પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૧
ત્યાગમૂર્તિ.

વધ એમ છતાં ઉપાચા લીધે જ છૂટા છે, ઉપાયા લઇ શકાય એવા છે. પ્રજાની કેળવણી સારા પામા પર મૂકાય તે સહુ આળક ઉછેરવાનું સામાન્ય જ્ઞાન મળે. દરમ્યાન બાળ ઉછેરના નિયમે! સમજાવવા સારૂ ઘણી સરળ ભાષામાં નાનાં પુસ્તકા લખી તેના ફેલાવા થાય, ભાષણો મારતે માતપિત્તાને જ્ઞાન અપાય, ભેજવાળી હવામાંથી કેટલેક દરજ્જે દરેક પોતાના અચાવ અલ્પ પ્રયત્નથી કરી શકે છે. ઘરની ખાસ- પાસના ને ઘરમાંહેના મેજ જાતમહેનતે દૂર કરી શકાય. બાળકને સારૂં દૂધ ખીજી કરકસર કરીને પણ મેળવવું અશક્ય ન હોવું જોઈએ. દૂધના જેવા સંપૂર્ણ ખારાક ખીને નથી. દરેક પુરુષ પોતાના વિષય ઉપર અંકુશ મૂકી જ્યારે પોતે લાયક હાય, તથા બચ્ચાની માવજત કરવાની શક્તિ ધરાવતા હૈય ત્યારે જ પ્રશ્નોત્પત્તિ કરે. વિષમ કાળમાં પ્રજાની ઉત્પત્તિ કરવી એ મહાન હિંસા છે એમ સમજીને પણ વિષયાસક્તિ રોકવાની જરૂર છે. મારાગ્યના નિયમા સમજી લેવા એ મુસીબતની વાત નથી. માધવારી એ એવી પીડા છે કે તેના ઇલાજ ફાઇ પણ રીતે થઇ જ રહેશે એવી અમારી માન્યતા છે. પ્રજાની કમાણી વધે તા મોંધવારી સહન થાય એટલે કાં તા કમાણી વધશે અથવા મેધવારી દૂર થશે જેમાં અમને શક નથી. છતાં આપણે ધર્મ તા માંધવારી દૂર કરવાના ઇલાજો જ લેવાના છે. આ પોતે એક નાખો અને મહાવિષય છે. તેના વિચાર બીજી વેળાએ કહ્યું. અમારી ઉમેદ છે કે પ્રજાન જીવનમાં ભાગ લેનાર દરેક વાંચનાર બાળમણુની સંખ્યા ઓછી કરવા સાથે જે ઉપાયા પાતાથી લેવાય એ દેશે.