પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૬૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખે વહેવાર પહેલી ચાર સાથમાં છે. છેલાં વીસથી ત્રીસ વર્ષ દરમિયાન પ્રમુખની ચુંટણી પહેલા જણાવેલા ચાર સાથમાંથી થતી આવે છે ને થાય છે. આ વર્ષની જ્ઞાતિસભામાં એક એવા પ્રકારના ઠરાવ ઉપલી ચાર સાથમાંથી લાવવામાં આવ્યા હતા કે પ્રમુખ તથા મંત્રી થવાનો હક જે લોકો બેટીવહેવાર અને મુંબઇની લાડ જ્ઞાતિની સર્વોપરિ સત્તા માન્ય શખે તેમને જ છે. આ ઠરાવનો વિદ્ધસુરતી લાડ ભાઈઓની લાગણી ઘણી જ દુખાઇ ને લગભગ અઢીસેાથી ત્રણસે માણસની સહીનું ચૂકવીઝીશન કમિટી ઉપર માલવામાં આવ્યું હતું. પરંતુ કમિટી હજી સુધી કાઈ પણ જાતને નિર્ણય કરી શકી નથી. હાલનું વાતાવરણ એટલું બધું ખરાબ છે કે કદાચ જ્ઞાતિમાં તડ પડી જવાનો તેમ જ કોર્ટમાં મામલે જવા સભવ છે.” આ ખબર જે ખરી હોય તે। દુઃખદ છે. તેમાં પ્રમુખપદ અને મંત્રીપદને સારૂ લઢાઈ શી? સુરતી, આથી, દમણી ! ભેદ શા? લાડ યુવક મંડળની સભામાં હું જ્યારે ગએલા ત્યારે મારી ઉપર સરસ છાપ પડી હતી. પ્રમુખપદ સેવાને અર્થે હાય, માનને અર્થે નહિ જ. મંત્રી તા સમાજના નાકર છે. આ સ્થાનને સારૂ સ્પર્ધા હોય તેણે તે મીઠ્ઠી જ હોવી જોઇએ. મારી ઉમેદ છે કે ઉપરના ક્લેશ અને પક્ષ હળીમળીને દૂર કરશે. વણિકમાત્ર મળને એક જ્ઞાતિ કાં ન અને ? એવા ધમ ક્યાંયે નથી સમજાયે! કે વૈશ્ય અતિમાં ન્યાની આપલે ન થઇ શકે. હું પેટાજ્ઞાતિઓને કેટલેક અંશે માન આપું છું તે કેવળ સમાજની સગવડને અર્થે. પશુ જ્યારે ઉપર જેવા કિસ્સા અનુભવું છું ત્યારે એમ જ થાય છે કે ઇરાદાપૂર્વક આ બૈધનાને છેદી તેમાંથી મુક્તિ મેળવવી તે મેળવાવવી.