પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્યાગમૂર્તિ હિંદુ વિધવાને બઢીને વિધાતાએ હાથ ધોઇ નાંખ્યા છે. જ્યારે જ્યારે પુરુષવગતે પેાતાનાં દુ:ખની કથા કરતા હું સાંભળુ" છું ત્યારે ત્યારે વિધવા બહેનાની પ્રતિમા મારી પાસે ખડી થાય છે. પાતાનું દુઃખ રાનાર પુરુષને જોઇ હું હસું છું. હિન્દુધમ સયમને ઊંચામાં ઊંચી કાટિએ લઇ ગયા છે અને વૈધવ્ય તેની પરિસીમા છે. પુરુષ તેા પોતાના દુઃખનું નિવારણ કરે, તેનું દુ:ખ તેની મુર્ખાઇને લીધે હાય છે. ઘણું દુ:ખ તે કેવળ આર્થિક લેભને ખાતર મેળવે છે, પણ વિધવાનું શું? તેના ભિચારીને પોતાના દુઃખમાં હાથ જ નથી. તેના દુઃખનું નિવારણ તેની પાસે નથી જ. રૂઢિષમે તે દ્વાર તદ્દન પણ કર્યું છે. અનેક વિધવા દુઃખને દુઃખ માનતી નથી. ત્યાગ એ તેને સાથે સ્વાભાવિક વસ્તુ થઈ પડી છે, ત્યાગના ત્યાગ તેમ દુ:ખરૂપ થાય. વિધવાનું દુઃખ જ તેનું સુખ મનાયું છે.