પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૫ જાહેર ભાષણમાંથી. ધીરૂભાઈ કોલેજના પૈસા આપે છે હેમાં, મહારા પિતાના પિસા- માંથી ખરચતા નથી હેમાં અથવા વિવાહની વાત થાય છે હેમાં હોય; પણ ગમે તેમ ગુલાબભાભીની કૃપા ઓછી થઈ છે. ગજેગે પ્રભાકર કહ્યા વગર વિલાયત ગયે અને હું મુંબાઈ મળવા ગયે પણ મળાયું નહિ એ સર્વ મહું જાણી જોઈને કર્યું એમ માની બેઠાં છે. હું મારી ફરજ બજાવીશ પછી એમને ઠીક લાગે તે કરે. ઈશ્વર કરે ને નવેમ્બરમાં પાસ થઈએ તે બસ.” ઈનું કાંઈ ઠેકાણું કર્યું? મહેં સાંભળ્યું છે કે કાતિને માટે ખાસ તજવીજ થાય છે.” “કાન્તિને માટે તજવીજ થાય છે એમ જાણું છું. સારું ઠેકાણું કાન્તિને મળે તે ઠીક એ ગુલાબભાભીની ધારણા છે. નમાઈ ઈન્દુનું કયું? એ બિચારી ઉત્સાહથી ભણે છે, ગુંથે છે અને સારાં સારાં ચિત્ર પણ કહાડે છે. મહને બહુ ધાસ્તી છે કે ઈન્દુનું ભવિષ્ય બગડશે. ધીરૂભાઈ પણ હાલમાં ગુલાબ- ભાભીને કાંઈ કહી શકતા નથી.” ઉષાકાન્તા ન કરે નારાયણને જે તમે નપાસ થાઓ તે કોલેજના ખર્ચનું કેમ ?” અત્યાર સુધી તે મને પૈસા માટે ખાત્રી હતી પણ પ્રભા- કરના વિલાયત ગયા પછી તાલ બગડયો છે. વિલાયત વસા મોકલવાના, મહારા ઉપરથી મન ઉતરી જવું એ બધું સાથે થવાથી વધે આવશે એમ માનું છું.” તે શું હમારે પાસે નથી ? એમાંથી ભણુજે પણ મૂકી ન દેશે.”