પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
૮૯
ઉષાકાન્ત

પ્રકરણ ૭ મું. નિરાશા દિન : મરિન છે. આજ ડીસેમ્બર માસની એકવીસમી તારીખ હતી; ઉષાકાન્ત રહવારમાં જાગૃત થયા પણ હેને કાંઈ ચેન પડ્યું નહિ. રાત્રે દુઃસ્વમ આવ્યાં હતાં; પ્રાત:કાળના ઉગતા સૂર્યનાં દર્શન કર્યા; અગાશીમાં જઈ ઠંડા પવનની લહેરમાં થોડીવાર બેઠા; એકાદ બે શ્લેક-કાવ્યો મધુર સ્વરે લલકાર્યો પરંતુ હૃદયમાં શાતિ થઈ નહિ. કાંઈક વાંચું અને વાંચવામાં મન જવાથી દીલગીરી નષ્ટ થશે એમ માની પડી લીધી પણ વધારે વધારે વિચાર આવવા લાગ્યા, જ્યારે ઉષાકાન્ત આમ અગાશીમાં એ બે હિતે ત્યારે હેઠળ ચેકમાં ધીરજલાલ એક પાટલા ઉપર બેઠા હતા; ગુલાબ ચાહને સામાન તૈયાર કરી ચાહ કાઢવાની ગોઠવણ કરતી હતી; ઈ-દુ અને કાતિ દાળ વિણવાનું, ચેખા જોવાનું વિગેરે કામ કરતાં હતાં એટલામાં બારણું ઉઘડ્યું અને ટપાલ- વાળાએ બે ત્રણ કાગળે ફેંક્યા. કાનિત જરા અન્દરના ભાગમાં હતી અને ઈન્દુ ચોકમાં હતી પણ કાગળ તરફ હેનું ધ્યાન ગયું નહેતું. ગુલાબે કાગળવાળાને ઘાંટે ઓળખે હતું અને ઈન્દુિ કે કાતિ કઈ કાગળ લેવા ઉઠવું નહિ એટલે બોલી ઉઠી – “અલી ઈન્દુ! હેરી છે કે શું? કાગળ આવ્યા છે તે લાવને ! હુને તો કહ્યા શિવાય કાંઈ કરવાની ટેવ જ નથી ? કેણ જાણે સાસરે શીએ વલે થશે !”