પૃષ્ઠ:Ushakant.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નિરાશા ૯૩

નિરાશા. કાન્તિ ઈન્દુ પશુ ખેલતાં નહતાં; આ સર્વ એઈ ઉષાકાન્ત ધીરૂભાઇની પાસે પડેલા પાટલા ઉપર બેડો; અને ધીરજલાલે કાગળ ફેંક્યા. પ્રભાકરના અક્ષર એળખતાંની સાથે જ ઉષાકાન્તે નીચે પ્રમાણે પત્ર મનમાં વાંચ્યા: – ૯૩ લંડન, તા. ૫~૧૨— પ્રિય ભાઈ ઉષાકાન્ત, (' ત્યારા સર્વ કાગળ મળ્યા. ગુલાબમ્હેનની હારા ઉપર અકૃપા થઈ છે એમ તું લખે છે તે જાણી ખરેખર દીલગીર છું. એમના ખેલવા સ્હામું તું જોઈશ નહિ. મ્હારા મનમાં હારે માટે જૂદો વિચાર થવાના જ નથી. હવે ખાસ મુદ્દાની વાત પૂછવાની એ જ કે ગુલામ્હેન મ્હારે માટે ખાલકરામની સરાજ માટે તજવીજ કરે છે. એ સરાજ કેળવાયેલી છે એમ હું જાણું છું. એને વિશે વધુ લખવા મ્હે હને લખ્યું હતું પણ એ વિશે તું મુંગે જ છું માટે આ ફેરી જરૂર લખજે. સરેાજ મળે તે તો આત્મલગ્નતા અનુભવ થાય. માટે એ થતું હોય તે મ્હારે માટે તું પણ તજવીજ કરજે. આલકરામ બે વર્ષ વાય જોવાના નહિ કહે. વિલાયતને પવન- મ્હારા મગજમાં નહિ પૈસે હૅની ખાત્રી તું આપજે. હું આશા રાખુંછું કે શુભ સમાચાર મ્હને જલદી મળશે. પરીક્ષાનું પરિણામ જાયે મ્હને તારથી ખબર કરજે. અભ્યાસ સારા ચાલે છે. અને પીઝીકસ વગેરેનું જે જ્ઞાન અહીં અપાય છે હેના સામે ભાગ પણ ત્યાં અપાતા નથી. ઈન્દુ, ક્રાન્તિ વગેરેને ખેલાવજે, એ જ.’ લી. હાશ પ્રભાકર.