પૃષ્ઠ:Ushakant.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૮ મું. સંસારમાં સ્વર્ગ હવે મળ્યું, • હૃદયના વૈદ્ય મ્હારા તું ! હૃદય રાજી દરદ તે શું !’ ક્લાપિ. મંજુના પિતા હેને ત્રણ વર્ષની અને હેની ન્હાની હેન સરલાને વહેંકની મૂકી ગુજરી ગયા હતા. વિધવા માતાએ આ ખન્ને પુત્રીઓને ઉછેરી હતી; સદ્ભાગ્યે મંજુના પિતાએ એ હજારના વિમે ઉતરાવેલા હતા અને તેથી આ કુટુમ્બને જીવન નભાવવા બહુ મુશ્કેલી નડી નહતી. મંજીની માતા કેવળ જૂના મતની એટલું જ નહિ પણ છેકરાંને કેવી રીતે કેળવવાં તે જરાયે જાણતી નહી. ધરના કામકાજથી પરવારી, છીકણીના તડાકા લેતાં આડાશી પાડશીને ત્યાં બેસી ગપ્પાં નિંદા કરવી એ જ માતાનું નિત્ય કામ હતું; ધર્મકાર્યમાં મદિરામાં બની શકે તેટલી- વાર દર્શન કરવા જવું અને જ્યાં જ્યાં ભજન કીર્તન હેાય ત્યાં એ કરાં લઈ આધી રાત્ય સૂધી ભટકવું એ બીજું કાર્ય હતું. ન્હાનપણમાં ઘેર બેઠાં તોફાન કરે છે. માટે પીડા ઢળે એ વિચા- રથી જ મંજુને નિશાળે મૂકી હતી; ‘ સાસુની રીસ અને વહુને સંતા’ એ ન્યાયે સદ્ભાગ્યે મંજીને જ્ઞાનવિદ્યાના સંસ્કાર પડવા લાગ્યા. સરાજની માતા શિવલક્ષ્મીનું પિયર મંજુના ગૃહ પાસે હાવાથી જેટલે સમય શિયલક્ષ્મી અમદાવાદ રહેતી તેટલા સમય સરેાજ અને મંજુ સાથે નિશાળે જતાં ગુજરાતી ત્રણેક ચેપડી સરેજ અને મં સાથે ભણ્યાં. આપણે માનીયે છીએ