પૃષ્ઠ:Ushakant.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. ગુલાબ “એ ખરું, પણ પ્રભાકરને સ્વભાવ જ વિચિત્ર થતું જાય છે. ઘડીકમાં કીડી જ જોયાં કરે છે. ઘડીકમાં - ગંધકને તેજાબને જસતના કકડા ને એવું એવું લઈ કાંઈ કર્યા કરે છે. ખાવા પિવાનું ભાન જ નથી. મને તે વ્હીક છે કે ગાંડો થઈ જશે. ઉષાકાન્ત વળી ઉશ્કેરે છે. એકાદ બે વખત હે કહ્યું ત્યારે પ્રભાકર મહારા ઉપર હીડા.” કાન્તિઃ–બબા ! બા! ઈ-ફાઈ રમવા ગયાં હતાં તે આવ્યાં છે. એમને મહને આપોતે તેમાંથી મગજને લાડુ આપને !” ગુલાબ:–“મને તું. હને ખાવા આપે હતું તે ખાધે. બીજાની ત્યારે શી પંચાત. નહિ ખાય તે ફોઈ મરી નહિ જય! કાનિ.--“હું ધીરૂભાઈ! કેાઈને મૂકીને ખવાય?” ધીરજલાલ-ગુલાબને) “ઇન્દુને આપને! જ આમ કરે છે કે શું? મહારું હારું હમારામાંથી હજી ગયું નહિ. હમારાં કરતાં તે આ છોકરીએ સારી છે. ઉષાકાન્ત કે પ્રભા- કર કેવા હથી બધાંની સાથે વર્તે છે. અત્યારથી કરાંના મનમાં આવા સંસ્કાર બેસાડે પછી ઉદારવૃત્તિ ક્યાંથી થાય?” ગુલાબ-હમે શું જેમ આવે છે તેમ બેભાં કરે છે? હમારી ઈન્દુને કણે આપવાની ના કહી? આ ડાબલે ભલેને એ ખાલી કરે. પ્રભાકર અને કાતિનાં શરીર જુવે અને ઉષાકાન્ત અને ઈદુનાં શરીર જુવે. બધાંને માટે એમ વસાણું કરીયે તે ઉઠી જઈએ એમ ધારી એ બેને દુધ ને વસાણું આપવા માંડ્યું હતું. છેકરાંએ કેણ જાણે કેવાં છે કે એકલાં ખાતાં જ નથી.”