પૃષ્ઠ:Ushakant.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ એ ગમે ક્યાં ? ઉકાન્તિ ––“અમે બે સાથે ફરવા ગયા હતા. પ્રભાકર આજ બહુ વિચારમાં હતે; તેથી મન પ્રફુલ્લિત કરવા બાગમાં બેઠે. એટલામાં “મહારે કાંઈ જરૂરનું કામ છે માટે જવું જઈએ” કરી એ ઉઠે અને હું બજારમાંથી ચાહને ડખે લેવા રહ્યો.” ધીરજલાલ:–“હમણાં આવશે. અને ત્યાં ગયો હશે.” ઉષાકાન્ત –“ના. ના. કોઈને ત્યાં જવું હોય તે મને કહ્યા વિના રહે નહિ.” ગુલાબ-હમે મારું કહ્યું માનતા નથી પણ નક્કી હમણાં હમણાં પ્રભાકર બદલાઈ જ ગયું છે. વિચારમાં ને વિચારમાં કુ હવાડે ન કરે?” ધીરજલાલ --“હને તે અકકલ જ નથી. શા દુઃખે કુલ હવાડે કરશે ?” ઉષાકાત –“ભાભી ! પ્રભાકરને એકાન સ્થળ બહુ ગમે છે. સાયન્સને અભ્યાસ કરી પ્રાગે કરવાની બહુ “ધૂન છે. યુરોપ અમેરીકામાં તે એવા માણસને પૈસા આપી સર્વ અનુકૂળતા કરી આપનાર મળે છે. આપણે ત્યાં એવી “ધન” વાળા “નવરા’ ગણાય છે.” ગુલાબ –“નવરા નહિ તે બીજું શું? એવી ધૂત આપણે શા કામની? ઘર આગળ લફરું વળગ્યું હોય અને નવલખી મળી હોય તે બધીએ ધૂન ઉડી જાય. પરમ દિવસ મહે તે પરણાવવાને કહ્યું હતું.”