પૃષ્ઠ:Ushakant.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૧૪ મું. પ્રભાકર The noblest minds their virtue prove, By pity, sympathy, and love; These are feelings truly fine, And prove their owner half-divine. *—Cynoper. પ્રોફેસર પ્યુની ધરની સ્થિતિ બહુ સારી હતી અને સાય- ન્સને અભ્યાસ કરી હિન્દુસ્થાનને કાંઈ અનુભવ લેવા આવ્યા હતા; ગુજરાત કૉલેજમાં જેટલા વખત રહ્યો તેટલા સમયમાં હેણે વિધાર્થી તેમ જ ખીજાની પ્રીતિ સારી સંપાદન કરી હતી; એનું શિક્ષણ જેટલું સુરસ અને ઉત્તમ હતું તે જ પ્રમાણે હેન હિન્દવાસી પ્રત્યે પ્રેમ હતેા. રજા દરમિયાન હિન્દુસ્થાનની જૂદી જૂદી જગાઓ જોઈ આવ્યા હતા; દેશની ઉન્નતિના કાર્યમાં ભાગ લેતા એટલું જ નિહ પણ યોગ્ય સલાહ આપતો. પ્રભાકર ઉપર હૅની ખાસ પ્રીતિ હતી. પ્રભાકરની બુદ્ધિ, સાયન્સ પ્રત્યેની હેની અભિરૂચિ જોઈ ઈંગ્લાન્ડ જઈ અભ્યાસ કરી આવે તે દેશને વધારે લાભ છે એમ માનતેા હોવાથી ઈંગ્લાન્ડ જવા પ્રભાકરને વખતો વખત સૂચવતે ; પ્રભાકરની જ્ઞાતિમાં

  • ઉદ્દાત્ત વૃત્તિના મનુષ્યા દયા, અનુકંપા અને સ્નેહથી પાતાન

સદ્ગુણેા પ્રદર્શિત કરે છે. આ આ જ વૃત્તિઓ સત્યતઃ ઉત્તમ છે અને આ વૃત્તિવાળા મનુષ્ય અરષા દેવ છે એ સૂચવે છે.—કાઉપર.