પૃષ્ઠ:Ushakant.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણુએ ગયે ક્યાં ? ફિઈ અને ચિ. કાતિને આનંદમાં રાખજે અને બરાબર કેળવજે. પુલના બાંકડા ઉપર–અથવા બાગના એટલા ઉપર બેસે ત્યારે ને સૃષ્ટિ સૌન્દર્ય જોતાં આ દૂર પડેલા માટે સ્નેહનાં આંદોલને મોકલજે. લી. ત્યારે જ પ્રભાકર, કાગળ પૂરો થયે; સર્વત્ર ગ્લાનિ પ્રસરી; ગુલાબનાં નેત્રમાંથી દડદડ આંસુ પડતાં હતાં; ધીરજલાલ દિમૂઢ થઈ ગયા હતા; અને ઉષાકાત નેત્રમાં ઝળઝળીયા સાથે હૃદયભાર અટકાવતે ઉભે હતે. આખરે ગુલાબે પૂછયું: “ભાઈ ઉષાકાન્ત! પ્રભાકર શું નહિ જ આવે ?” ઉષાકાન્ત –“ભાભી ! હું પ્રભાકરની ભાળ કહાડયા વિના સુખે સૂવાને નથી. ક્યાં ગયે હશે તે સમજાતું નથી. સ્ટેશન ઉપર જઈ તપાસ કરી આવું છું.” ધીરજલાલ – ઉષાકાત ! ભાઈની પાસે કાંઈ પૈસા છે કે નહિ ?” ઉષાકાન્ત: ધીરૂભાઈ! એકાદ રૂપીએ પડ હોય તે પ્રભુ જાણે. એને કોઈને સંગાથ મળ્યો હોવો જોઈએ.” ગુલાબ – “ઉષાકાત! પ્રભાકરની ગમે તે રીયે ખબર કહાડ. એને હું કાંઈ નહિ કહું. મહારાથી એના વિના નહિ રહેવાય. આંધળાની લાકડી છે. એણે કઈ દિવસ હને જરાયે કોઈ કહ્યું નથી. એટલે કયાં જશે? એની ખાવા પીવાની મરજી કેણ સાચવશે? માથું દુખશે તેયે ઈ સંભાળ લેનાર નથી.”