પૃષ્ઠ:Ushakant.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
ઉષાકાન્ત

૨૨૬. ઉષાકાન્ત. અને છજાં હતું. રસાઈ માટે તેમ જ ગાડી ધેડા માટેની ગોઠવણ જૂદી હતી. આ બે બંગલાં એક જ ધાટીના ને જોડે જોડે હતા; એક બંગલાનું નામ ફલાણુગ્રામ અને બીજાનું નામ સ્કોટીશ વ્હીલા આપવામાં આવ્યું હતું. કલ્યાણુગ્રામમાં આપણે પ્રભાકર રહેતા હતા અને સ્કોટીશ વ્હીલામાં ઇલેકટ્રીશીયન મિ. લુહ્નર રહેતા હતા. પ્રભાકર રસાયણી પ્રયોગશાળામાંથી નવરા જ પડતા હે; વિલાયતથી મંગાવેલી વસ્તુએ-સાધના આવી ગયાં પછી હેની વ્યવસ્થા કરવામાં કેટલાક દિવસેા ગયા પછી આ પ્રયાગશાળામાં શિખવા ઇચ્છા રાખનાર વિધાર્થીઓના અભ્યાસના કાર્યક્રમ પ્રસિદ્ધ કરતાંની સાથે જ વિધાર્થીઓની અરજીએ આવવા લાગી. હાલમાં માત્ર દસ-વિદ્યાર્થીની જરૂર હેવાથી તેણે દસ જ વિદ્યાર્થીઓને ખાલાવ્યા. આ વિદ્યાર્થીઓને રહેવા માટે પાસે એક ન્યાનું માગ હાઉસ રાખ્યું હતું. આ વિદ્યાર્થી- એમાંથી કેટલાક યુનિર્સીટીના ગ્રેજ્યુએટે। હતા. એટલું જ નહિ પણ સાયન્સ લઈ પાસ થયા હતા. પ્રભાકર જેમ જેમ પ્રયેાગે સાથે નવા નવા વિચારે દર્શાવી શિખવતે ગયા તેમ તેમ વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનને ગર્વ લુપ્ત થતા ગયા અને પ્રભા- કર જેવાના હાથ નીચે ભણવાના સદ્ભાગ્ય માટે ઈશ્વરને ઉપ- કાર માનવા લાગ્યા. પૃથક્કરણની શાખા ખેાલેલી હાવાથી હિન્દુસ્તાનના જૂદા જૂદા ભાગમાંથી પૃથક્કરણ માટે વસ્તુ આવવા લાગી અને એમાંથી વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાનને અને પ્રયોગશાળાને આર્થિક લાભ એટલા થતા ગયે! કે પ્રભા- કરતી કીર્ત્તિ ધીરે ધીરે પ્રસરવા લાગી. જૂદા જૂદા અર્કો, તેલ