પૃષ્ઠ:Ushakant.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
ઉષાકાન્ત

૨૦ ઉષાકાન્ત. રાત્રે પિનાકી અને ઈન્દુ અમદાવાદ ગયાં. ઉષાકાન્ત, મેન્દ્ર સ્ટેશન ઉપર આવ્યા હતા. પિનાકીના તાવ કરતાં ઈન્દુનું શરીર જોઈ ઉષાકાન્ત મેન્દ્ર બહુ ગભરાયા. ઈન્દુને હાથ લેતાં શરીરમાં તાવ ભરેલા લાગ્યા. “ ભાઈ ! મ્હારી ફિકર હવે શા કામની છે? લગ્ન કરતી વખત ફિકર રાખવી હતી. મ્હને કેળવતાં વિચારવું'તું. હવે તે એમની ખબર હ્યા. એમને સંભાળેા ! મ્હારા જીવ એમનામાં છે.” ઈન્દુના આ શબ્દ ઉષાકાન્તનું કાળજું કારવા બસ હતા. ‘ મ્હારૂં સુખ તાક્યું અને સરાજ મેળવી. ઈ-નમાઈ ઇન્દુને દુઃખી કરી આખી દુનિયાને સુખી કરવાના ફાંફાં મારૂં પણ મ્હારાં પેાતાના જ સ્નેહી આમ દુઃખી.’ પિનાકીને ઘેર લાવ્યા. સીવીલ સર્જન તેમ જ બીજ દાક્તરની સલાહ લીધી; તે જ દિવસે પ્રભાકર અને રાજને તાર કર્યાં. બન્ને આવી પહોંચ્યા. પિનાકી પથારીમાં પડયા હતા. દાક્તરે કાંઈ પણ શ્રમ લેવા ના કહી હતી છતાં ઈન્દુ પતિના પગ ચાંપતી, ધગધગતે હાથે ધગધગતા માથે હાથ ફેરવતી. • હમને હવે કેમ છે ? શું ખાવું છે ? કાંઈ કરી આપું? શું જોઇએ છે ? મટી જશે હોં! શાન્ત રહેને ! એમ ભાવથી પૃથ્વી અને સૌભાગ્ય નષ્ટ થાય તે પહેલાં ઇશ્વર ખેંચી લે એમ ઇચ્છતી. સરેાજ, સરલા અને સંજી પિનાકીની સર્વ સારવાર કરતા હતા. ઉષાકાન્ત, મેન્દ્ર અને પ્રભાકર મ્હારની વ્યવસ્થા કરતા હતા. ત્રીજે ચેથે દિવસે પિનાકીને કાંઈક ભાન આવ્યું. ઈન્દુના સૌભાગ્યબળે પ્લેગની ગાંઠ ફાટી અને