પૃષ્ઠ:Ushakant.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
સ્વદેશ પ્રીતિ.

સ્વદેશ પ્રીતિ. ૨૬૯ મંજીને સુવાવડ સુવાની આવી અને માત્ર ઇસ્પીતાલમાં રહી ગરીબ વર્ગની સ્થિતિના અનુભવ કરવા જ ઇસ્પીતાલમાં સુવા- વડ સુવા નિશ્ચય કર્યાં. નાયમાં ટટ થવાની, વખત છે દુ:ખી થવાની ફિકર મંજુએ ન રાખી. મંજુને પુત્ર પ્રાપ્ત થયા અને એ માસ ઇસ્પીતાલમાં રહી તે દરમિયાન સર્વ સ્થિતિ જોઈ, મંજુ રમેન્દ્રની પત્ની હતી એટલે એની સેવા કરવામાં કચાશ નહેાતી પણ દાક્તરના સ્વભાવ-વર્તનથી એ જાણીતી થઈ. એથી દાક્તરને રજા આપવામાં આવી અને ખીજીને નીમવામાં આવી. સરાજ મંજુ વખતો વખત જાયે તપાસ કરી સ્ત્રી- વિભાગમાં સર્વ કરિયાદના નાશ કરતાં, મિ, મલબારીની સાથે વ્યવહાર કરી સેવાસદનની એક શાળા ઉઘાડવામાં આવી હતી અને હેના વિશેક વિધવા લાભ લેતી હતી. આ ઉપરાંત એક કન્યાશાળા પણ સ્થાપી હતી અને એ કન્યાશાળાના સમય એકથી ચાર રાખવામાં આવ્યે તે. ઈન્દુ તેમ જ કેટલીક અન્ય સ્ત્રીઓએ આ વિધવા તેમ જ કન્યાઓને ઉપદેશ આપ- વાનું માથે લીધું હતું. સેવાભગિનીઓનું કર્તવ્ય એટલું જ હતું કે મુસલમાનના જનાનામાં, શેઠીયાએના બંગલામાં ને ગરીબ વર્ગના ઝુપડાંમાં જઈ અન્ય ભગિનીઓની સેવા કરવી, પતિત થયેલી સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કારની નજરે જોવાને બદલે હમને પ્રીતિથી સારે રસ્તે ુડાવવાં, સેવાસદનમાં ભાગ ન લઈ શકે એવી આને ઘેર જઈ એમનાં જીવન સરળ કરી આપવાં અને ટુંકામાં જેથી સંસાર સમય થાય, દેશની ભવિષ્યની પ્રજા ઉન્નત થાય એવા પગલાં લેવાં. સરોજ-મંજી વગેરે ગૃહિણી હતાં અને ગૃહકાર્યને ભાગે આ ન કરવાની ઇચ્છાથી પોતે માત્ર દેખરેખ રાખતાં અને નવરાશને સમય આમાં વ્યતિત કરતાં.