પૃષ્ઠ:Ushakant.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. કાર કરતાં પણ ખરાબ રીતે ગરીબવર્ગ પ્રત્યે વર્તે છે એ ધર્માદા દવાખાનાનું અવલોકન કરવાથી સહજ જણાશે. બરાબર એક કલાકે ડૉ. ભરૂચ્ચા મનમાં બડબડતા પરંતુ બહારથી ગરીબવર્ગ માટે સ્નેહ ઉભરાઈ જતું હોય તેમ ડોળ કરી, પ્રીતમલાલની સાથે ગયા. ઘેર આવી ડૉક્ટર સાહેબે ઉભાને ઉભા વૃદ્ધ ડોસા સહામું જોઈ નીચા વળી નાડી તપાસી, અંત:કરણમાં જરાપણ લાગણી શિવાય-“He is dead નકામો મહને અત્યારમાં ધક્કો ખવરાવ્યો.” કહી ચાલતી પકડી. પ્રીત- મલાલ હજી તે પિતાની સ્થિતિ માટે ચિંતાગ્રસ્ત છે, દાક્તર શું કહેશે તે સાંભળવા ઉત્સુક છે ત્યાં He is dead એ શબ્દોએ હેના હૃદયમાં જખમ કર્યો, મગજ એકદમ ભમી ગયું. આંખે ઝળઝળીયાં આવ્યાં; વિશેષમાં “નકામે ધક્કો ખવરા” એ વાક્યથી પ્રીતમલાલનું હૃદય અત્યન્ત દુભાયું અને ક્રોધ તેમ જ શેક રૂવે રૂ વ્યાપી રહ્યો. દરિકોને આવા શબ્દો સાંભળવા પડતા હશે હેને એને આજ જ અનુભવ થયો. આવા કોર વાયે શેઠ, શાહુકાર અને અધિકારીઓને નમી નમી સલામ કરતા ડૉકટરના હેમાંથી સાંભળવા ઇયાર નથી તે માટે ઈશ્વ- રનો ઉપકાર માન્ય અને શોકપીડિત હૃદયે ડૉકટરને વિદાય કરી ઉપર આવી પિતાની પથારી પાસે હદય ખાલી કર્યું. એક સમય જે ઘરની દેવડીયે માણસની ઠઠ જામતી, જે ઘરમાં માથે બહેરી કામ કરવાની હુંશા તુંશી ચાલતી, જેનું સ્મિતહાસ્ય, આગળ પાછળના મનુષ્ય, કૃપાની દષ્ટિ સહમજતા, જેને શોધ દૂર કરાવવા સર્વ ત્યાગ કરવા ઉત્સુક હતા તે જ મનુષ્યને મૃત્યુ સમયે દાક્તરને બેલાવવા, અવસાન ક્રિયા કરાવવા કેઈ નહિ !