પૃષ્ઠ:Ushakant.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. રમતાં હતાં અને “બા”ની કાંકરી મારતાં ડરતા હતા; બાને સેટાં રમવા, સીપાઈઓ જોડે વાત કરવા, કારકુનની વહુ- એને બોલાવી તે ઉપર સામ્રાજ્ય ભોગવવા, અને કેઈ વખત ઠાઠ મારી ગાડીમાં બેસી બીજા ઓફીસરની વહુઓને ત્યાં મળવા જવા સિવાય બીજો ધંધે હતે નહિ. રસેઇઓ, નોકર ચાકર હેય પછી સ્ત્રીઓને શું કામ હોય? સ્ત્રીઓની ફરજ બજાવવાની હોય તે પછી મટે ઘેર પરણવું શા માટે ? તપાસ કરતાં રાવસાહેબ હજી સૂતા છે એટલે જવાબ મળે. મામલતદાર સાહેબના ધરને તાલ જે તે પ્રીતમલાલ બેડે. એક કલાકે પ્રિયસુખરાયે પ્રીતમલાલને અંદર બેલા અને કુશળ સમાચાર પૂછ્યા. “હમારે કાગળ મળ્યું હતું. પરતુ જવાબ લખ ઠીક નહી ધારી લખે નહે. એથી હમારા મનમાં કાંઈ કાંઈ વિચાર આવ્યા હશે. મારા પિતાને અને મહારે ઘણે સંબંધ હતે; મારી આવી સ્થિતિ હશે એમ મને સ્વમ પણ નહિ; હમારી ખબર કાઢવાની ઘણી વખત ઉત્કંઠા થતી પણ કામને લીધે વિસરી જતે. હશે. હમને મદદ કરવી એ હું હારી ફરજ સમજુ છું અને મહે હમારે માટે ગઈ કાલે સાહેબને વાત કરી છે; હાલમાં અંગ્રેજી જાણુ- નારની બેટ છે અને હમે સારું કામ કરશે. એવી મહું ખાત્રી આપી છે. આ જ જમીને બપોરે મહારી સાથે ઓફીસમાં આવજો. સાહેબને હું મેળવી આપીશ. બરાબર બાર વાગ્યે આવજે.” આટલું કહી પ્રીતમલાલને રજા આપી. પ્રીતમલાલના મનમાં તો એમ જ હતું કે પ્રિયસુખરાય- કાકાને ઘેર જ ઉતરીશું પણ આને રોકડે જવાબ મળે.