પૃષ્ઠ:Ushakant.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાત. આમાં પ્રિયસુખરાયને બહુ વાંક નહોતે. કારણ કે નવાં શેઠાણીને મિજાજ બહુ કડક હત; મામલતદાર સાહેબ કચે- રીમાં ગુનહેગારને પાંચ છ મહિના કેદની શિક્ષા કરી શકતા પણ ઘરમાં હેમનું કાંઈ ચાલતું નહિ. હેમાં મહેમાનની વાત આવી કે શેઠાણું ચણિકા થતાં. “એવા લડધાએ રાજ જ આવી મફતનું ખાઈ જતાં શીખ્યા છે! કાંઈ મફત નથી આવતું ! આટલું મૂકીને આપણે ત્યાં શું છે” એમ શેઠાણું મામલતદાર સાહેબ ઉપર રેષ કાઢતાં. પ્રિયસુખરાય હુમજુ હતું અને તેથી ઘરમાં કલેશ વધારવાને બદલે મહેમાનગીરીની ભાંજગડમાં પડતે જ નહિ. ના ન કહેવાય એવા મહેમાને માટે હેમણે એક મહાને બંગલે ભાડે લઈ રાખ્યું હતું અને ત્યાં માણસ રઈઆની તજવીજ કરી રાખી હતી; મહેમાનને હારોહાર બંગલે મોકલવામાં આવતા અને મામલતદાર સાહેબ મહેમાન રહે તેટલા દિવસે ત્યાં રહેતા અને ઘર આગળ ડીસ્ટ્રીકટમાં ગયા છે એમ હમજાવવામાં આવતું. આટલી બધી એકસાઈ છતાં કદાપિને શેઠાણીને ખબર પડતી તે મામલતદાર સાહેબની ધૂળ નિકળતી અને શાંત ચિત્તે સાંભળી રહેતા અને “હવેથી વિચ- રીશું” એટલે જ ઉત્તર આપતા. પ્રીતમલાલ વિશીમાં જઈ ભજન વગેરેથી પરવારી બરાબર બાર વાગ્યે મામલતદાર સાહેબને ઘેર આવ્યો અને હેમની સાથે ગાડીમાં કચેરીમાં ગયો. કચેરીમાં સાહેબને મળ્યો અને વાતચિત્ત અને જ્ઞાનથી સંતુષ્ટ થઈ સાહેબે ચાળીસ રૂપિઆની અંગ્રેજી કલાકની જગા આપી. આ હુકમ મળતાની સાથે જ પ્રીતમલાલની આંખમાં હર્ષનાં આંસુ આવ્યાં, ઈશ્વરને ઉપકાર માન્યો અને સાહેબ તેમ જ પ્રિયસુખરાયને આભાર માની બહાર નિકળ્યા. પોતાના