પૃષ્ઠ:Ushakant.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. ૨૮ એકાદ બે નાતીલા મિત્રોને મળી ઘર ખાળી રાખવાની વિનંતી કરી તે જ હાંજની ગાડીમાં ભરૂચ ગયે. ભરૂચમાં દયાકોર પતિને નેકરી ઉપર જવું પડે તે શું શું જોઈશે હેને વિચાર કરી ઘરના સામાનમાંથી ઠીક ઠાક કરવા લાગી હતી. અને કદાપિ નેકરી મળે તે ભરૂચનું ઘર ઉપાડી લઈ અમદાવાદ જવું એમ નક્કી કર્યું હતું; પ્રીતમલાલને જોતાં જ કોઈ શુભ સમાચાર છે એમ દયાકાર સહમજી ગઈ અને પતિના શરીર વર્તમાન જાણી સંતુષ્ટ થઈ દયાકોર નેકરીની હકીકત જાણતાં પ્રિયસુખરાયનું વાકું બોલવા માટે દિલગીર થઈ અને ભવિષ્યમાં આપણું કામ ન થાય તે પણ કોઈનું વાકું બોલતાં વિચાર કર એ નિશ્ચય કર્યો. પ્રીતમલાલની નોકરીની વાત ભરૂચમાં ઉડી પણ “ચાલીશ રૂપીયાની સરકારી નોકરી કેaણ આપે એવું છે ? દસબારની મળી હશે, ખાનગી હશે, કોણ જાણે કેમ મળી હશે? સાથે ગોટાળા હશે!” એવી ચર્ચા ચાલી રહી હતી, આ સર્વ ટીકાને ન ગણકારતાં પતિપનીએ સાથે ન લઈ જવા જેવું સામાન હરાજીના ભાલ લેનાર હેરાને આપી દઈકેટલાક પૈસા ઉત્પન્ન કર્યા; ઘરનું ભાડું પતાવ્યું અને આ ન્હાનું સુખી કુટુંબ પિતાની જન્મભૂમિ ભરૂચ છોડી ભાગ્ય અજમાવવા અમદા- વાદ ગયું.