પૃષ્ઠ:Ushakant.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૬ ઉમાકાન્ત. આગળ વાંચતાં વાંચતાં પણ પેલી લેટી લાવ્ય” “તપેલી લાવ્ય” “અટામણ લાવ્ય” “સૂડી લાવ્ય” એમ હજાર ધક્કા ખવડાવવામાં આવતા. આવી સ્થિતિમાં છોકરીને અભ્યાસ કેવો થાય તેને અનુભવ કોને નહિ હોય ? મહા વદ તેરસને દિવસે ચારેક વાગ્યાના સુમારે પ્રીતમ લાલના ઘરમાં ગરબડ હતી. અંદરના ઓરડામાં ખાટલા ઉપર દયાકોર તાવે ફફડતી હતી; આજ કેટલાક દિવસ થયા દયા- કરના શરીરમાં તાવે ઘર ઘાલ્યું હતું; દાક્તરેની દવા ઉપરાંત, દિની, ઘરની દવાઓ ઉપરા ઉપરી કરવામાં આવતી. ધીરજલાલ રહવાર સાંજ માતુશ્રીની સેવા કર્યા કરતું હતું ઉષાકાન્ત અને પ્રભાકર દયાકારની પાસે નિરંતર બેસી પંખે નાંખતાં, બરફ ઘસતાં, દવા પાતાં અને શ્રીમત્ ભાગવતની કથા વાંચી સંભળાવતાંગુલાબવહુ સાસુનાં મંદવાડથી ત્રાસી ગઈ હતી એટલું જ નહિ પણ સાસુ વિના આખા ઘરને ભાર થી રીતે ચલાવી શકાશે તેને વિચારથી નરમ થઈ હતી. અત્યાર સુધી “ હું શું જાણું? મહારાં સાસુ જાણે” એટલું કહી જવાબ દારીમાંથી મુક્ત થતી તે ગુલાબને–સ્વતંત્ર ગુલાબને પીડા આવી પડી એમ થવા માંડયું. નિદ્રાશી ગાઢ શાતિમાં ફરીથી ગૃહ એ પડે “કાચના દ્વારમાંથી ત્યાં સધ્યાના કિરણે ઢળે” સંધ્યાકાળ થઈ ઘરમાં અંધારું થવા લાગ્યું; દેવતાની ધુણી ઘરમાં ફરી વળવા લાગી; દિવા માટે દિવાસળીની પિટી ખળાવા


  • કલાપી.