પૃષ્ઠ:Ushakant.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૦ ઉષાકાત. બહુ આગ્રહ ક્યોં છતાં દયાકાર એકની બે ન થઈ. ક્રૂજતાં ધૃજતાં દયારે શેક કરવા માંડયો અને પોટલી ઉનહી થાય તે દરમિયાન પ્રીતમલાલની છાતી ઉપર, હોં ઉપર પ્રેમથી હાથ ફેરવતી હતી. આધેડ પતિપતીને આવી સ્થિતિમાં જતાં કેઈને વિસ્મય લાગે પરન્તુ વર્ષ વધવાની સાથે પ્રેમ વધતે હતા. દયારથી બહુ શ્રમ ન લેવાય. તે શેક કરતાં કરતાં છાતી ઉપર જ સૂઈ ગઈ પ્રીતમલાલ એક હાથે દયાકરને વાંસે હાથ ફેરવવા લાગે. દયાકેરને ધીરે રહી પથારીમાં સુવાડી દીધી. એટલામાં પ્રીત- મલાલ ગભરાયા. છાતીમાં દરદ વધ્યું. માણસને દાકતરને તેડવા મેક. કાન્તિ, ઈન્દુને બહાર મોકલ્યાં, ધીરજલાલ, પ્રભાકર અને ઉષાકાન્ત ઘડીકમાં દયાકેરની અને ઘડીકમાં પ્રીતમલાલની સારવાર કરવા લાગ્યાં. “દયા ! હું જાઉં છું. તું આવે છે ? હાલી તું ક્યારે મળીશ ? શિવ ! શિવ ! શિવ !” પ્રીતમલાલના મહોંમાંથી ગભરાટમાં આ શબ્દ નિકાલ્યા. ધીરજલાલ દાકતરને માટે તલપાપડ થવા લાગે. ઉષાકાન્ત તે આભો જ બની ગયો. દયારે પ્રીતમલાલને શબ્દ સાંભળ્યા અને બોલી ઉઠી, “હા, પ્રીતમ! હા, આવું છું. કેઈ ઠેકાણે મહારા વિના ગયા નથી ને આજ જવા દઉં? હમારા સિવાય મહારે બીજા કોની દરકાર રાખવાની છે?” આટલું કહી જેવી દયાકોર પ્રીતમ લાલે લંબાવેલા હાથને અડકી તેવી જ હાથને એક આગળ પ્રેમથી લાવી સજળ ને ગળગળી થઈ–બહાલા! હમારે માટે આગળથી જાઊ છું.” આટલું કહી આ પ્રેમ-સ્નેહની મૂર્તિ ઇશ્વર સન્નિધ જઈ પહોંચી. રખેને પ્રીતમલાલને હરકત થાય