પૃષ્ઠ:Ushakant.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. એ જ વ્હીથી માતા માટે અન્ત:કરણમાં અનહદ લાગણી છતાં છોકરાએ મે દાબી બેસી રહ્યાં. પ્રીતમલાલે સહેજ આંખ ઉઘાડી દયા તરફ જોયું. “શું તે ચાલી ગઈ? દયા ! ગભરાઈશ નહિ. હારું અખંડ સૌભાગ્ય ત્યાં પણ જાળવવા આવું છું. એટલું બેલી દરદને લીધે તરફડવા લાગ્યો. એટલામાં દાકતર આવ્યો. દાકતરે દયાકારને જોઈ મહીં ફેરવી નાંખ્યું અને પ્રીતમલાલ પાસે ગયે. છાતીના દરદ શિવાય બીજે કાંઈગ નહતું. સાથે આણેલી દવા પીવડાવવાની તથા છાતી ઉપર ચળવા કહી દાકતર ચાલ્યો ગયો. પ્રીતમલાલનું કુટુંબ દયાકરની ઉત્તર ક્રિયા કરવી, કે પ્રીતમલાલની સેવા કરવી એ વિચારમાં પડયું. હદયમાં થતે શેક બહાર બતાવવાની હિંમત ચાલતી નહતી. ધીરે રહી દયાકરનાં મૃત શરીરને બહાર ચેકમાં લઈ ગયા અને ગુલાબ મારફત સર્વ ક્રિયા કરાવવામાં આવી. પ્રીતમલાલને કાંક ઠીક થાય તે દયાકરની ઉત્તરક્રિયા થાય એ વિચારથી ધીરજલાલ ગભરાતે ગભરાતે આમ તેમ ફરવા લાગ્યો. ઉષાકાન્ત અને પ્રભાકરની આંખમાંથી આંસુ ચામાં જતાં હતાં; આ કુટુંબમાં આમ અચાનક આવો અક- માતુ બનશે એ સ્વમે પણ વિચાર આવ્યા નહેત; શેક ઉપર શેક ચાલ્યા કરતા હતા ત્યાં પ્રીતમલાલે ઝબકીને આંખે ઉધાડી, “હું આવ્યો ! દયા! આવું છું. તું આગળથી ગઈ?” આટલું જ બોલી છાતી ઉપર પોતાને હાથે બની શકે એટલા જોરથી હાથ ઘસવા લાબે, આમ તેમ આળોટવા લાગ્યો. ઘડીકમાં દયાનું નામ તે ઘડીકમાં શિવનું નામ લેતે હતે. ધીરજલાલ “ભાઈ! ભાઈ! મટી જશે. લાવા પંખો નાંખું. એમ બોલતે પ્રીતમલાલના ખાટલા પાસે નીચે મડે બેઠા.