પૃષ્ઠ:Ushakant.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પર ઉષાકાના. અપાવવાં અને પછી ભાઈને મળવા જવું એ બધા વિચારે હેવાથી શિવલક્ષ્મી બહુ જ ગભરાઈ ગઈ હતી. ચાકરને દુધ લાવતાં વાર થાય જ કેમ? રસ્તામાં રમવા રહ્યા હશે; એવા એવા વિચારે દાદરા ઉપર પગ પડતાંની સાથે જ નેકરને ધમ- ધમાવી નાંખે. બાલકરામ મિલીટરી (લશ્કરી) ખાતામાં રહેલે હોવાથી શિવલક્ષ્મીના મગજમાં પણ લશ્કરી દર પેઠે હતું અને હેને પરિણામે હુકમ કરવાની ટેવ બહુ હતી. સરજનું વય આશરે તેર વર્ષનું હતું; નહાનપણથી જ સ્વદે- શથી દૂર રહેલી અને ન્યાતજાતના માણસેથી વિયુક્ત હેવાથી બાયલાપણુથી મુક્ત હતી છતાં સ્ત્રીના ગુણે વિકાસવા માંડ્યા હતા; નિર્દોષતાથી ભરેલી હતી અને માતાપિતાને સનેહ અને અંકુશથી ઉછરેલી સરોજ સરેજની માફક સૌદર્યવાનું તેમ જ સગુણરૂપી સુગંધયુકત થઈ હતી; અલહાબાદમાં ગુજરાતી નિશાળને અભાવે કન્યાનું શિક્ષણ માતાપિતાને માથે લેવું પડયું હતું; બાલકરામ સારી નોકરી ઉપર હોવાથી, તેમ જ અન્ય સંતાન ન હોવાથી શિવલમાં સરેજની કેળવણી ઉપર સારું ધ્યાન આપી શકતી. આનું પરિણામ એ આવ્યું કે આપણે ત્યાં જેમ ન્હાની છેકરીઓ ન્હાનપણથી જ “સાસરું” “વર વગેરેમાં ઉછરે છે તેમ ન ઉછેરાતાં બહુ સારી રીતે ઉછેરા હિન્દુસ્તાનનાં પવિત્ર શહેરમાં રહેલી એટલે હિન્દી ભાષા તે શીખી જ હતી, ગુજરાતી ઘર આગળ શિખી જ હતી અને સંસ્કૃત, અંગ્રેજીના સંસ્કાર પડવા લાગ્યા હતા. માબાપને પોતાનાં છોકરાં મોટાં હોય તે પણ નહાનાં જ લાગે છે તેમ દૂર રહેવાથી નાતજાતની ટીકાઓથી છૂટેલાં હોવાથી “છોકરીને કન્યાકાળ