પૃષ્ઠ:Ushakant.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. વાતો કરી, સંભારવા, પત્ર લખવા વિનવવા લાગી; પારસી બાનુઓ કાલી કાલી ગુજરાતી ભાષામાં બેલી પતિને તેમ જ સાંભળનારને આનંદ ઉપજાવવા લાગી ત્યારે શરમાળ હિન્દ પત્નીએ દુર ઉભી ઉભી, પિતાના પતિઓને મિત્રમંડળ સાથે વાત કરતા જોઈ, એમની સાથે વાત કરવાને સ્નેહ દર્શાવવાને ભાગ ન મળવાથી, ઘડીકમાં આવું જોઈ ઘડીમાં નીચું જોઈ ધનવાદળામાંથી વખતેવખત ડોકીયા કરતા ચન્દ્રની માફક પતિના દર્શન કરતી આંસુ પાડવા લાગતી અને રૂમાલવતે લઈ નાંખતી; કેટલાક હિમ્મતવાળા પતિઓ કેઇની શરમ ન રાખતાં, પત્નીને મળી આવતાં, શાન્ત કરતા અને એ ગભરાય નહિ એટલા માટે જ હૃદયની સર્વ વૃત્તિઓ દાબી-જોરજુલમથી દાબી, મહીં હસતું રાખી વાત કરતા હતા, પરંતુ હૃદયમાં શ્રેમ એટલે થતું હતું કે ન પૂછો વાત. ઈંગ્લાન્ડ-રપ જતા લગભગ દરેક ઉતારૂઓને કેને કેાઈ મૂકવા આવનાર હતું માત્ર એક જ યુવાન એક યુપીઅનની સાથે એકલે જ ફરતે અને હેન મહોં ઉપર ગ્લાનિ છવાઈ હતી; “આ સર્વને મૂકવા આવનાર છે; વિદેશ જતી વખત સ્નેહને આવિર્ભાવ દર્શાવનાર છે ને મહારે તે સ્નેહીએ કઈ જ નહિ, ત્રણ ચાર વર્ષમાં કોણ જાણે શયે બનાવ બનશે? હું જેને મૂકીને જાઊ છું તેઓ હેમણેમ હશે કે કેમ? હું ન જાઊં તે? ના, ના, આવું અસ્થિર મન શું?’ એમ મનમાં ને મનમાં ગણગણતે એક યુવાન ફરતે હતે; શિવલક્ષ્મીના ભાઈને તે કાંઈ ગ્લાનિ થતી હોય એમ લાગતું નહતું; સરજે પ્રેમપૂર્વક મામાને હાર પહેરાવ્ય અને મામાએ સરેજના હાથમાં પાંચ રૂપીઆની નોટ મૂકી, “ભાઈ! સરેજનાં લગ્ન ઉપર તે આવીશને?” શિવલમીના