પૃષ્ઠ:Ushakant.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અંદર ઉપર. પ૭ આ પ્રશ્નના ઉત્તરમાં સરાજને સોળ સત્તર વર્ષની કરીશ તે આવીશ” એટલા જ શબ્દો મળ્યા. એટલામાં “પેલા યુરે- પીઅન પ્રોફેસર ચુની સાથે કોણ છે” ની વાત ચાલી. “એ તે અમદાવાદને છે. ઘણું કરીને ત્યાંની કૉલેજને ઉષાકાન્ત નામને વિદ્યાર્થી છે” એમ અન્દર અન્દર પૂછપરછ થવા માંડી. ઉષાકાન્તનું નામ સાંભળતાં જ શિવલક્ષ્મી બેલી “ઠીક. સરાજ! શું ઉષાકાન્ત વિલાયત જાય છે?” ઉષાકાન્તના નામથી જ આ બાળાના હૃદયમાં કાંક નવીન જ વૃત્તિ થઈ જે આ નિર્દોષ બાલા હમજી શકી નહિ. સરજે અલહાબાદમાં ઉષાકાન્ત તથા પ્રભાકરનાં નામ સાંભળ્યા હતાં. એ જ. એણે બેમાંથી એકેને કદીપણ જોયા નહતા ! ઉષાકાત જાય છે એ જાણતાં જે નક્કી કરવા ઘણું ફાંફાં માર્યા પણ અમદા- વાદને છે. ત્યાંની કૉલેજને છે કે કોઈ એવું જ નામ છે એટલી ખબર મળી. દાક્તરી તપાસ પૂરી થઈ અને ઉતારૂઓ સ્ટીમર ઉપર ચડવા લાગ્યા. શેડમાં ઉભા ઉભા જોવાય ત્યાં સુધી સ્નેહી મંડળ સલામે કરી, રૂમાલ હલાવી, સજળ હસતા ચહેરે ઉતારૂઓને જોવા લાગ્યા. શેડમાંથી બહાર નિકળી દરિયા કિનારે કોરા પાસે ઉભા રહ્યા. માથા ઉપર સૂર્યને પ્રચંડ તાપ હતા; તેનાં કિરણે દરિયાના જળ ઉપર પ્રતિબિમ્બિત થઈ આંખને આંજી નાંખતાં હતાં, છતાં સ્નેહીઓને દશનેસ્ક જને સર્વ સહન કરતાં હતાં; એક પછી એક નિસરણી મારફત ઉતારૂઓ ઉતરવા લાગ્યા; અને કિનારે ઉભાં રહેલાં સ્નેહીઓને રૂમાલથી-હાથથી આમંત્રવા લાગ્યાં. હાથ કે રૂમાલના હાલવાની સાથે માતા પિતા એમ હમજતાં કે અમને બેલાવે છે, મિત્રે પિતાને સલામ કરે છે એમ માનતાં, પત્ની એમ માનતી કે એ