પૃષ્ઠ:Ushakant.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૮ ઉષાકાન્ત. સર્વ મહારે માટે જ છે. ગમે તેમ હોય તે પણ હાથનું ફરવું અને રૂમાલનું ઉડવું સર્વને રૂચિકર હતું. આ સઘળા ઉતારૂમાં પ્રોફેસર ચુવાળે ઉતારૂ ચિત્તાગ્રસ્ત હત; વિશેષમાં એને કઈ પ્રેમપૂર્વક બોલાવનાર ન હોવાથી બહુ લાગી આવ્યું હતું અને કાળા પાણી જ હોય એમ ક્ષણવાર લાગ્યું. ઘંટ વાગે અને સ્ટીમર ઉપડી; સ્ટીમરના ઉપડવા સાથે તેમાંના ઉતારૂ- એના હૃદય સ્ટીમરની વ્હાર નીકળી કિનારા ઉપર ઉભા રહેલાં સ્નેહીઓનાં હૃદયને મળવા દેડ્યાં. એ હૃદયને આવતાં જોઈ કિનારા ઉપરનાં હૃદયે પણ સહામાં ધસ્યાં. તુતક ઉપર ઉભાં ઉભાં હૃદયઉપર સત્તા ચલાવી માત્ર આનન્દને ડોળ કરી હસતા ચહેરા કિનારા ઉપરનાને આશ્વાસન આપવા લાગ્યાં; સ્નેહાળ માતા, હાલ–પવિત્ર લગ્નગ્રંથીના નેહની ભાગીયણુ થયેલી વધુએ અને કોમળ, મૃદુલ અન્તઃકરણના મિત્રોની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા, સ્ટીમર ગઈ ને એક વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખે તેમ દષ્ટિને સ્ટીમરના અવશે ભાગ ઉપરથી ઉખેડી નાખી સર્વ મંડળ ગાડી તરફ વળ્યું. આ સર્વ મંડળ ગાડીમાં બેસવા જાય છે ત્યાં એક વિકટોરીયા પુરપાટ દોડતી આવી અને હેમાંથી એક યુવાન હાં, ગભ- રાતે ગભરાતે ઉતર્યો અને શેડ તરફ ઘસે. ત્યાં ઉભેલા પોલિસના સિપાઈએ આટલા ઉતાવળા દેડવાનું કારણ પૂછ્યું હેના જવાબમાં એણે એટલું જ કહ્યું કે-“સ્ટીમર ઉપડી ગઈ?” હા, હમણું જ ઉપડીતેનું કામ હતું?” “હા ઉપડી!' એ શબ્દો કાને પડતાં જ આ યુવાનનાં સર્વ ગાગે શિથિલ થયાં, મુખ નિસ્તેજ થયું અને આંખમાં ઝળ-