પૃષ્ઠ:Ushakant.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. નિકળે એવા ડબ્બાનું લાઈટ, પાણું, કચરાના ઠેર ઠેર ઢગલા, ફાંટાતુંટા લુગડાની તેરણની માફક લટકણીઓ, કાયલાના ગાડાના અવરજવરને લીધે કાળા રસ્તા, મીલના કામને લીધે થયેલા મેલા ડ્રેસવાળ મજુર વર્ગ, હરમાનનાં તેલવાળી દાળ અને જૂની મીઠાઈવાળા ફેરીઆએ, મ્યુનીસીપાલીટીને ઝાંખા ફાનસ, એ આ રસ્તાની શોભા હતી. આવી ચાલીમાં રહેનારા મજુર વર્ગો, જેમની મહેનતના પરિણામે આપણે ઠાઠમાડથી ફરીએ છીએ, જેમના પરસેવાથી આપણુંમાંનાં કેટલાક રબર- ટાયરની ગાડીઓ ફેરવીએ છીએ તે મજુર વર્ગ ક્યાં રહે છે ? હેમને શાં શાં દુઃખ છે? હેમનાં–બાલબચ્ચાંનાં શરીર નિરોગી રહી શકે એવાં હવાપાણ છે કે કેમ ? હેમના પર નીતિની છાપ પડે એવી પ્રાઈપણ પરિસ્થિતિ છે કે કેમ ? હેમનાં બાળકને કેળવણી અર્થે એટલામાં એકે શાળા છે કે કેમ ? હેમને અક- માતના પ્રસંગે દવાની સગવડ છે કે કેમ? હેની કેટલા તજ- વીજ કરે છે ? આપણે દેશ ગરીબ છે, આપણું કાંઈ ચાલતું નથી, આપણને સ્વરાજ્યના હક્કો શા માટે મળવા ન જોઈએ એવી બુમો પાડવામાં શક્તિને જેટલે વ્યય કરીએ છીએ તેમાંની પા ભાગની શક્તિ પણું આવા ગરીબ વર્ગના સુખને માટે વાપ- રવામાં આવતી હોય તે કેટલું પુણ્ય થાય અને ગરીબની દાદ ઈશ્વર સાંભળ્યા વિના રહેતું જ નથી. તુલસી હાય ગરીબકી કબુ ન ખાલી જાય, “મુવે ટેકે ચર્મર્સ, લુહા ભસ્મ હે જાય.” અઠવાડીઆમાં, મહિનામાં એક જ વાર આવી જગાઓ તપાસાતી હેય, ગરીબની ખરી સ્થિતિનું નિરીક્ષણ થતું હોય