પૃષ્ઠ:Ushakant.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમીરી હોટેલ આગળ. ઉa હડુડુડુ કરતું હતું. હોટેલને મેનેજર, એક વૃદ્ધ જે ત્યાં એક હતું તે, રમેન્દ્ર, ઉષાકાત અને મોતીચંદને પંચમાં લીધા. મોતીચદે ઘણું હા ના કહી પણ એનું ચાલ્યું નહિ. માથે પાઘડી મૂકી, લુગડાં સમાં કરી મોતીચંદ જે સ્થળે કરાનું મડદું પડવું હતું ત્યાં આજે, મડદું-છોકરાનું મહે જોતાં જ કાણુ! ખરે મગને!' કરી મોતીચંદ એકદમ ભયપર પડવો. આ વળી શું થયું? એમ વિચારી જમાદારે ઠંડું પાણી મેતીચંદના માથા ઉપર નાંખ્યું. જરા શુદ્ધિ આવતાં જ માતચંદ ઉભે થયે– છોકરાને શબને ઉપાડી છાતી સાથે દખ્યું, લેહીથી ખરડાયેલા ચહેરાની જરા પણ દરકાર ન રાખતાં ચુંબન કરવા લાગ્યા. “શું મ્હારા મગનાની આ સ્થિતિ ? હાય ! હાય ! ઈશ્વરને ત્યાં ન્યાય જ નથી. આ કોમળ નિરપરાધી કુલને ચગદી નાંખતાં એમને જીવ કેમ ચાલ્યા હશે? અમારા જેવા ગરીબ હવારથી - હાંજ સુધી જીવતોડ મહેનત કરીએ છીએ તે શેઠીયાઓને માટે ! થેડા ઘણા પૈસાદારને માટે અને તે પણ આવા, કર કામ કરનાર ધનાઢયોને માટે ! અરે, એક કીડી ચગદાય છે તે એ જીવ બળે છે તે આ નાજુક છોકરા માટે એમને જરા પણ ન થયું ? કેણુ ચગદાયું હેને માટે તજવીજ કરવા પણ ન રહ્યા? શાના રહે? એમને કોણ પૂછનાર છે? જમાદાર સાહેબ! આ દિવસે આવતાં જતાં ગેટ ઉપરની ખુરશી ઉપાડી લઈ જવા અમને કેવા સતાવે છે ? પુલ ઉપરથી લાકડાંનાં કે ઘાસના ભારા લાવનારને કેવા સતાવે છે ? અમારા જેવા ગામડાને રોચા ગાડાવાળાને દિવા માટે કેવા હેરાન કરે છે ? પણ મહારા આ જીવનના આધાર આંધળાની લાકડીને ઉગતી કળીને છુંદી નાંખનાર નરાધમને ખેળી કહાડવા યત્ન કરશે કે?