પૃષ્ઠ:Ushakant.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાહેર ભાષણમાંથી જસરાજને કાગળ કેક વેળાએ આવે છે. એના પિતાને વિચાર હમારી સાથે વિવાહ કરવાનું છે. બીચારી મંજુ કાગળને ઉત્તર આપતાં પણ શરમાય છે કારણ કે સરેજ જેવી કેળવાયેલીને અનઘડ ભાષામાં પત્ર શી રીતે લખાય ?' શું ત્યારે મંજુ ડું પણ ભણું છે? ત્યારે તે હમે સુખી છે. મંજુ પ્રત્યે તિરસ્કાર, બાળલગ્ન પ્રત્યે તિરસ્કાર, બતાવવાને બદલે સુખી થવા પ્રયત્ન કરે. બાલવિવાહ ન હોય તે ઉત્તમ વાત છે પણ જ્યારે બનતાં બની ગઈ હેને સુધારવા પ્રયત્ન કર જોઈએ. મંજુ હોંસીલી અને શાન છે. નિર્દોષ અને સરળ છે અને હમે નેહપૂર્વક હમારી પંકિતએ લાવવા પ્રયત્ન કરશે તે જરૂર સફળ થશે. અને સંસારમાં સ્વર્ગસુખ ભગવશો.” ઉષાકાન્ત! એ વાત ખરી, અને કાંક આશા છે ત્યારે જ હમને પૂછું છું. અત્યારે પડીઓ વાંચવા આપી પાઠ ગેખાવવા ફાવે ?” ના, ના, એમ કરવાની જરૂર નથી. વાંચવાની વૃત્તિ સતેજ થાય, જેમ બને તેમ હમારા સહવાસમાં વધારે રહેતી થાય એમ કરવાને જ પ્રયત્ન કર. અરે, હું જ કહું છું કે પાડોશીને ત્યાં ન બેસ! નકામી કુથલી ન કર, તેપણુ સહમજતી નથી ને ખાવાપીવાની, લુગડાં ઘરેણુંની, ન્યાતજાતની વાત શિવાય વાત નહિ.” રમેન્દ્ર! હમારા જેવા સંસ્કારી, કેળવાયેલા આમ કંટાળી જઈ ખરા સુખને રસ્તે ખેાળી ન શકે તે પછી બીજાની તે વાત જ શી ?”