પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૩૭ દડાંમાં જુદા જુદા ફેરફાર થઈને બનેલા હાયછે. આ મત પૂર્વે લીનિયસે પ્રસિદ્ધ કર્યું હતું અને હાલમાં ધણા ગ્રંથ- કારા એ મતને ખરૂં માનેછે. ફૂલના ભિન્ન ભિન્ન ભાગ નિહાળવાથી પાંદડાથી તે એક અંદરના ભાગ લગી લના તમામ ભાગ પાંદડાંના જેવાજ દીઠામાં આવેછે. ફૂલની પાંદડી.એ કેવળ પાંદડાના જેવીજ હાયછે; ઉદાહરણુ, આવળકંઠી નામે ગુજરાનમાં એક વેલા થાયછે તેમાં ફૂલને ત્રણ પાંદડી હાયછે; તે કિરમજી રંગની હોયછે અને તેમનાં આકાર અને રચના કેવળ પાંદડાંનાં જેવાં હેાયછે. બાહ્યાચ્છાદન.--એના ભાગ પાંદડાંના જેવા હોયછે; ઉદાહરણ, જાસુસ, ગુલાબ, ઈત્યાદિ કાઈ કાઈવાર એ ભાગ પાંદડાંની પેઠે વધેછે. ફૂલની પાંખડી.—એની રચના તથા આકાર પાંદડાં- નાં જેવાંજ હાયછે; ઉદાહરણ, લીધે ચંપે, કૃષ્ણ કમળ, ધોળું,કમળ, સીતાફળ, ઇત્યાદિ. યુક્રેસર.—એ સ્થળ નજરે જોતાં પાંદડાંના જેવા દે. ખાતા નથી, પરંતુ બારીકીથી નિહાળતાં તેના સર્વ ભાગ પાંદડાંના જેવાજ છે એવું સહજ લક્ષમાં આવશે. એ ધોળા કમળમાં દીઠામાં આવેછે. એમાં પાંખડીએ નાની નાની થતી જઈ પુંકેસરના જેવી થાયછે. એજ પ્રમાણે મોટા સુ- લાખમાં પણ જોવામાં આવેછે. સ્રીકેસર.—એના સધળા ભાગ એકઠા મળી પાંદડાંના જેવાજ હોયછે; ઉદાહરણ, મોટા ગુલાબમાં પુંકેસર અને સ્ત્રીકેસર એક એકમાં મળી ગયેલા હાયછે; અને ગુલાબની જાતનાં કેટલાંક ઝાડમાં ફુલના મધ્ય ભાગથી સ્ત્રીકેસર લગી