પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
શુદ્રોનો અધિકાર

દૃઢ અભિપ્રાય છે કે, શુદ્રોનો અધિકાર આવું કાંઈ પ્રમાણ હેાય તોપણ આપણે આપણાં શાસ્ત્રવચનાના અક્ષરા કરીને તેના હાઈ તે હવું નહિં જોઈ એ. માનવજાતિમાં જેમ વિકાસની પ્રક્રિયા ચાલુ છે, તેમ શબ્વેમાં પણ વિકાસ થયા જ કરે છે; અને જો કાઈ પણ વૈવચનને અદ્ધિ અને હૃધ્ય ન સ્વીકારી શકે એવા અર્થે કરવામાં આવતા હેાય તે તે સાન્ય છે.

‘હવે, મારી સમજ પ્રમાણે, હિંદુધમમાં અસ્પૃશ્યતાને ક્યાંય સ્થાન નથી. અને હિંદુસ્તાનના ધણા ભાગમાં મે એવા ણા · અસ્પૃશ્યેા 'ને જોયા છે, કે જે સ્પૃશ્ય ભાઈ એના કરતાં બુદ્ધિ કે નીતિમાં જરાય ઊતરતા નથી. આજે જે બ્રાહ્મણ બાળક અને બાળાઓએ સંસ્કૃત શ્લોકા સંભળાવ્યા, તેના જ જેવા શુદ્ધ ઉચ્ચાર કરનારા આદિકર્ણાટક બાળક તો મેં મૈસૂરમાં ઘણા જોયા છે. એટલે, અસ્પૃશ્યતાને હિંદુધમ માં કોઈ પણ કારણે સ્થાન ન હેઈ શકે, એમ હું આગ્રહપૂર્વક માનનારા છું. આમ છતાં, તમે મને વિદ્યાલયમાં ખેલાવી માન આપ્યું, અને મારા વિચા પ્રત્યે પણ સહાનુભૂતિ આપી, તે માટે હું આપને આભારી છું. અહીં અનેક બ્રાહ્મણી તકલી ચલાવી રહ્યા છે તે જોઈ ને મને બહુ આનંદ થાય છે. પણ એ તકલીના સૂતરે જનાઈ બનાવીને જ તમે સંતોષ ન માના એમ હું ઇચ્છું છું. જનેાઈ તે એ સુતરનાં જ બનાવજો; પણ તમારાં કપડાં પણ એ સૂતરનાં બનાવી પહેરતા થશેાતે જ તમે ધર્મને શોભાવશે. અહીં વિદ્યાલયમાં આવી, વિદેશી વઓ પહેરેલા બાળક બાળાઓને સંસ્કૃત શ્લોકા ઉચ્ચારતા જોઈ, મને તો બહુ દુ:ખ થયું. મને એ બહુ ભૂંડું લાગ્યું. બાહ્યાચારમાં ધર્મનું રહસ્ય નથી રહેતું, પશુ બાહ્ય શ્રેણી વાર આંતરને પ્રકટ કરનાર હોય છે. એટલે, જ્યારે જ્યારે સંસ્કૃત પાઠશાળાઓમાં જાઉં છું અથવા જ્યાં આવિદ્યાના અભ્યાસ ચાલતો હોય તેવી સંસ્થામાં જાઉં છું, ત્યારે આપણા પ્રાચીન ઋષિએના સાદા અને પવિત્ર વાતાવરણની ઝાંખી