પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
‘સાધુ’નો ત્રાસ

‘સાધુ’નો ત્રાસ આપે જ છે. તેનાથી જાણ્યેઅજાણ્યે પણ આળસુ ભિક્ષુકાને ઉત્તેજન અપાઈ જ જાય. એટલે, જોકે લખનારે સૂચના તે સારી જ કરી છે, પણ એ સૂચનાનો અમલ કરવાનું ઘણું કહ્નિ છે એ વિચાર્યું નથી. કઠિન છે તેથી આપણે પ્રયત્ન ન કરવા એમ કહેવાના આશય નથી, આપણે પ્રયત્ન કરતા જ રહેવું ઘટે છે. એક પણ ધનવાન સમજીને આળસુને દાન આપવાનું બંધ રાખે, એક પણ ભિખારી સાધુ જે અપંગ નથી તે ઉદ્યમ કર્યા વિના ન ખાવાની પ્રતિજ્ઞા લે, તેટલે હિંદુસ્તાનને લાભ જ છે. એટલે જ્યાં જ્યાં એવા પ્રયત્ના થઈ શકે ત્યાં ત્યાં કરવા ઘટે છે. માત્ર મુશ્કેલીઓને ધ્યાનમાં રાખ્યાથી, તાત્કાલિક ફળ ન મળે ત્યારે, નિરાશા ન ઊપજે અને સાધનની નિરુપયાગિતા આપણે માની ન લઈ એ. તા. ૧-૮-૨૬ ૨૪. ‘સાધુ’ના ત્રાસ પ્રાકારના એક પ્રશ્ન આ છે : સાધુના જીલમ તમે જાણા છે ? હૈદરાબાદમાં એક સાધુએ જુલમથી પૈસા લેવાને પ્રયત્ન કરેલા. ગુજરાતનાં ગામડાંમાં પણ આવા સાધુ ગામેગામ જઈ ને પુષ્કળ ત્રાસ આપે છે, અને ગરીબ લોકો પાસેથી જોરજુલમથી ૫૦-૧૦૦ રૂપિયાની રકમ પેાતાના ભેાજન — મિષ્ટાન્ન અર્થે કઢાવે છે. એ તે સારું હતું કે હૈદરાબાદમાં પેાલીસ હતી. પણ ગામડાંમાં પેાલીસ ક્યાંથી લાવવી? આ બાબત વિષે ગામડાંમાં રહેતા લાકાને જરૂર લખશે। કે, આવા સાધુએથી ડરી નહિં જવું; અને તેમને પૈસા આપવા અથવા જમાડવા એમાં કશુંયે પુષ્ય નથી.” 45 આમ લોકાને દંડનારા સાધુ કહેવાવાને લાયક નથી. વેશથી ભાળવાતા આ દેશ ભગવાં વસ્ત્ર પહેરનાર કે માત્ર લગાટીથી નિર્વાહ કરનાર લોકાથી ભોળવાઈ તેમને સાધુ તરીકે પૂજે છે.