પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
વર્ણવ્યવસ્થા

વન્યવસ્થા વેશથી કાઈ સાધુ બની નથી શકતા. સાધુવેશે હાર અસાધુ આ દેશમાં ભટકે છે. સારૂપે દેખાતા કે ખરી રીતે પ્રગટ થયેલા અસાધુએથી ગામડાંના લોકોએ ડરી જવાનું કઈ જ કારણ નથી. ગામડાંના લેકમાં સાધુને આળખવાની શક્તિ આવવી જોઈ એ અને દુષ્ટ લોકાને તેમણે ડર છેડવા જોઈ એ. તેમની સામે થવાની શક્તિ તેમણે મેળવવી જોઈએ. વહેમ અને ભય બંને શત્રુને ગામડામાંથી કાઢી મૂકવા સારુ કેળવણી પામેલા વગે ગામડામાં પ્રવેશ કરવાની આવશ્યકતા છે. સરદાર વલ્લભભાઈ એ આખા હિંદુસ્તાનને ગ્રામપ્રવેશને ધારી માર્ગ ખતાબ્યો છે. ઉપરનાં જેવાં ઘણાં કામા હુવેના રચનાત્મક કાય ક્રમમાં બારડોલીમાં થશે, તે પ્રજા નવા પદા પાઢે શીખશે. તા. ૨૯-૨૮ ૨૫. દીક્ષા કોણ લે ?

જાવરા સ્ટેટમાં ગુલાબભાઈ કરીને એક ઓસવાળ સૌભાગ્યવતી ખાઈ છે. તેણે હિંદીમાં એક પત્રિકા છપાવીને વહેંચી છે. તે ઉપરથી માલૂમ પડે છે કે, તેના પતિ, જે હજુ નાની વયના છે, તેણે દર્દીક્ષા લેવાના ઇરાદે કરી ધર છેડયુ છે, અને આ પ્રમાણે પત્ર પોતાની ૧૬ વર્ષની સ્ત્રી ઉપર લખેલો છે : “ દીક્ષા લેવાના મારે ભાવ આજ લગભગ બે વર્ષો થયાં છે. હું કુટુંબની આજ્ઞા ખરેખર માગી રહ્યો છું. અહીં આવીન પણ પાંચ છ પત્રો લખ્યા છે, પરંતુ આજ્ઞા નથી મળી. હવે મેં પોતે જ દીક્ષા લેવાના વિચાર કર્યો છે.” આ પતિની ૬૦ વર્ષની વૃદ્ધ માતા છે. તેને વિષે જે સજ્જને મને પત્રિકા મોકલી તેની પાસેથી મે વધારે હકીકત માગતાં નોચે પ્રમાણે હકીકત મળી. પત્ર હિંદીમાં છે, તેનું ગુજરાતી હું આપું છું : “ ગુલાબભાઈ સાધારણ શિક્ષા પામેલી છે, હિંદી લખી વાંચી જાણે છે. પોતાના ભાવ બતાવ્યા તે પ્રમાણે તેના r