પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
વર્ણવ્યવસ્થા

ત્રણ વ્યવસ્થા મર્યાદામાં રહીને જ ભાગ ભોગવવા, શાસ્ત્રાદિના અભ્યાસ કરવા, અને યથાશક્તિ દેશની સેવા કરવી, એ કાંઈ નાનીસુની દીક્ષા નથી. દીક્ષાના અર્થ આત્મસમર્પણ છે. આત્મસમર્પણુ બાધા- ડંબરથી નથી થતું. એ માનસિક વસ્તુ છે, અને તેને અંગે કેટલાક બાહ્યાચાર આવશ્યક થઈ પડે છે. પણ તે જ્યારે આંતર શુદ્ધિનું અને આંતર ત્યાગનું ખરું ચિહ્ન હોય ત્યારે જ શોભી શકે. તે વિના તે કેવળ નિવ પદાર્થ છે. તા. ૨૯-૮-૪૨૭