લણ બ્યવસ્થા સારું આથી વિશેષ કારણુ મારી પાસે નથી, ન કાઈની પાસે આશા રાખી શકાય. પ્રાચીન એટલું બધું જેમ ખાટું ગણુનારા બૂલ કરે છે, તેમ સાચું ગણુનારા પણ ભૂલ કરે છે. પ્રાચીન હ કે અર્વાચીન, બધી વસ્તુ બુદ્ધિની એરણ ઉપર ચડાવવી જ જોઈ એ; અને જે વસ્તુ તેની ઉપર ન ચડી શકે ત્યાગ થવા જોઈ એ. તેને સર્વથા ૧૧. સીમંત ઇત્યાદિના વરા જંબુસરથી શ્રી. મણિલાલ છત્રપતિ લખે છે કે, તેમના કુટુંબમાં સીમંતના પ્રસંગ આવવાથી એમણે છેવટે ન્યાતવરા નહ કરવાની હિમ્મત કરી છે. આને સારુ હું તેમને ધન્યવાદ આપું છું. મહાસભાનું કામ કરનારા સેવકામાં આટલી હિંમત એ નવાઈની વાત ગણાવી જ નહિ જોઈ એ. એવી હિમ્મત આવવાને આ ગુ એક જ વસ્તુની જરૂર હૅાય છે, એટલે કે નાતબહાર થવાને વિષે નીડરતા. ન્યાતબહાર થવું એટલે તેના જમણુ ઇત્યાદિમાં ન જવાય ને કરકરીએની લેવદેવ તે ન્યાતમાં ન થાય. જમણાને જ જ્યાં બહિષ્કાર કરવા છે ત્યાં જમણુમાં તાતરું ન મળે એ તા ‘ ભલું થયું ભાંગી જંજાળ, ' અને દીકરાદીકરીની સગાઈ તે નાતમાં ન થાય એટલે સહેજ ન્યાતના વાડા ભાંગી શકાય. જો દેશના ઉધ્ય થવાના હોય તો તે વાડાતા ભાંગવાના જ છે. એટલે શ્રી. મણિલાલ છત્રપતિ જેવા સુધારાએ કશી વસ્તુને ડર રાખવાનું કારણ જ નથી, . આ જમણવારા સભ્યને જંગલી બનાવે છે, ગરીને કરે છે, દેશને કલક પહોંચાડે છે. પૈસેટકે સુખી લાકા પણ જમણુધેલા થાય એ આપણને મુદ્દલ ન ઊભે એવી વસ્તુ છે. એટલે, શ્રી. મણિલાલ છત્રપતિ જેવા સુધારા જેમ જેમ વધતા જશે, તેમ