પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
१३

13 કાળજીભરી માવજત નીચે, તે જ્ઞાતિઅવસ્થાવાળા સનાતની હિંદુધર્મની ખેરખાં તથા તેના પુનરુદ્ધારની મિશનરી બની છે.” આવી મતલબના શ્રી. સ`જાણુાના મંતવ્યની ખખતમાં આપને જવાબશે છે? જો શ્રી. સંજાણાનું કથન સાચું હાય તે શુષણે રાષ્ટ્રીય અને કાની ભાવનાથી પર એવી સ`સ્થા હોવાના કૅૉંગ્રેસના દાવાને એથી હાનિ નથી પહેાંચતી ? ૮, લેકશાહી તથા લોકશાહી સંસ્થાએ સાથે જ્ઞાતિવ્યવસ્થા સુસ’ગત છે ખરી ?’ આના મારા જવાખ આ છે : આજે હું શું માનું છું એ જણાવવા માટે મારે મારાં આગળનાં લખાણો જોવાની જરૂર નથી, મ કે મારી આજની માન્યતા જ યથાય છે. હું એમ કહેવા માગું છું કે, હિંદુધ માં જ્ઞાતિ આજે જે સ્વરૂપે મેજૂદ છે તે જેની વેળા વીતી ગઈ છે એવી એક ભેદી વસ્તુ છે. સાચા ધર્મના વિકાસમાં એ અવશ્ય વિધરૂપ થવાની જ, અને હિંદુધ તથા હિંદુસ્તાને જીવવું હોય અને દિનપ્રતિદિન પ્રગતિ કરવી હાય તો તે વી જ જોઈએ. એમ કરવાના ઉપાય એ છે કે, બધા હિંદુઓએ પોતપોતાના ભગી ખનવું અને કહેવાતા વશપર પરાગતના ‘ ભગી ’ઓને તેમણે પોતાના ભાઈ સમાન ગણવા.

હું ભંગીના ઉલ્લેખ એટલા માટે કરું છું કે, સીડીના સૌથી નીચલા પગથિયા ઉપર તે ઊભેલા છે. આમાં તમારા બધાયે પ્રશ્નોના જવાબ આવી જાય છે અને મારે એથી વિશેષ કહેવાની જરૂર રહેતી નથી. પ્રશ્ન પૂછનારે મારાં લખાણા વાંચવાની તકલીફ લીધી નથી એ સ્પષ્ટ છે. સૌ કાઈ જાણે છે કે, કોંગ્રેસ તેના આર્ભકાળથી જ સનાતની હિંદુ સંસ્થા નહોતી અને આજે પણ નથી. એ ભિન્ન ભિન્ન વિચાર ધરાવનારાઓની એક લોકશાહી સંસ્થા છે. અને મારી કાળજીભરી માવજતને લીધે તે દિવસે દિવસે વધુ ને વધુ પ્રમાણમાં એવી થતી જાય છે. અપ્રિલ, ૧૯૪૫ સાહનદાસ કશ્મદ માંગી