પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
વર્ણવ્યવસ્થા

ત, વ્યવસ્થા ( ગુજરતના શ્રદ્ધાળુ પણુ અવળે માર્ગે દોરાઈ રહેલા વૈષ્ણવને વિષે શું ધારે છે, એ એમના જ શબ્દમાં બતાવવાને ખાતર મે ઉપલા કાગળ લખનારની જ ભાષામાં આપ્યા છે. મિષ્ટાન્ન ભોજન કરવા કરાવવામાં હળી રૂપિયા ખરચવા અને તે ક્રિયાને ધ તરીકે ઓળખાવવી એ તે આ જમાનાની ખલિહારી જ ગણાય. વૈષ્ણવધ માં પરાયી પીડ'નું દર્શન એ મધ્યબિંદુ છે, જ્યારે ભાવિક ગણાતા વૈષ્ણવાએ તેને ભાગ ભેગવવાનું સાધન કરી મૂકેલા છે. જેમ આ દેશમાં બીજી જગાએ થાય છે તેમ, ગોવધનમાં ગેવશના નાશ થતો જાય છે. દુધથીની અછતની વાત મજકૂર પત્રમાં લખી છે તેના અનુભવ સૌ કાઈ યાત્રાળુને થયા છે. ગુજરાતના નિક વૈષ્ણવે આ કાગળ ઉપર ધ્યાન આપે, ચેતે, અને ધને નામે થતા અધમ માંથી ખેંચે. તા. ૧૯૯૨ ૨૦. તપની ઉજવણી એક મિત્ર લખે છેઃ ‘’ ભગવાન ઋષભદેવજીને બાર માસ સુધી આહારને જોગ મળ્યા નહેાતે, અને વેરશાખ સુદ ત્રીજના રાજ પોતાને ઘેર જતાં, તેમના પૌત્રએ, દાદાને જોઈને, હા માં આવી જતાં, શેરડીને રસ તૈયાર હતે તે આપ્યું. આ કારણથી, જેનેમાં બારે માસ સુધી એકાંતરા ખેારાક લેવાનું તપ કરે છે, અને ઉપવાસ મેડા શરૂ કર્યાં હોય તેપણ વૈશાખ સુદ ત્રીજના ઉત્સવ કરે છે. આ પ્રસ'ગ લગ્ન જેવા કરી નાંખી, કાત્રીએ લખે છે, વાસણ તથા સાકરની લહાણી કરે છે, જમવાનું કરે છે, ગીતા ગાય છે, અને લગ્નના ચાંદલાની માફક ચાંદલા સ્વીકારે છે. મારી અલ્પ મળે પ્રમાણે આવી રૂઢિને વશ થવાથી આત્મા ઊંચે આવવાને બદલે નીચા પડે છે, અને કઈક અહંભાવ આવે છે. આવા કારણથી મારી સ્ત્રીએ નરસી તપ શરૂ કર્યું ત્યારે મિત્રોની સમક્ષ મે' કહી રાખેલ કે, રૂઢિ પ્રમાણે કાંઈ કરીશ નહિ, દીકરીએને પણ તેડાવીશ નહિ, અને મારી