પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભેટ છે એમ મેં કહ્યું છે, અને આજ પણ એ વચનને વળગુ છું. મારી માન્યતાના નથી રહ્યા વણુ, નથી રહ્યા આશ્રમ. એ અન્ને હાવા જોઈએ ધ. એમાં આશ્રમના તે લેપ જ છે, એમ કહેવાય. વણુ કેવળ અધિકારરૂપે જોવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષાત્રય, વૈશ્ય હોવાને દવા તે અહંકાર. જ્યાં ધમ ત્યાં અહંકાર કેમ ? શૂદ્રની તે ગણતરી જ ક્યાં છે? શૂદ્ર એટલે નીચ ? અને અતિશુદ્ર એટલે નીચમાં નીચ ? આ ધમ નહિ, અધમ કહેવાય. કાઈ ગીતાના ચાર વર્ણે આજે કયાં ? વર્ષોંથી જાતિ નાખી વસ્તુ છે. જાતિ અર્પત છે. તેને સારુ ગીતામાં બીજા પુસ્તકમાં આધાર હાય એમ હું જાણતા નથી. ગીતામાં ચાર વણું કહ્યુ ને તે ગુણ-કમ ઉપરથી, ચાર ઉદાહરણ રૂપે છે. એટલે ચારથી વધારે પણ કહી શકાય અને ઓછા પણ. આજે તો એક જ વધુ વર્તે છે, અને તે શુદ્ધતા અથવા કહા કે અંતિશૂદ્ધને હરિજનને - અસ્પૃશ્યતા, આ વસ્તુ ખરી છે એ વિષે મને શંકા નથી. બધા હિંદુને આ વાત સમજાવી શકુ તે હિંદુ જાતિમાં થતા બધા ઝઘડા શમી જાય. હિન્દુ મુસલમાન વગેરેના કામી ઝઘડા પણ શમે અને હિંદુસ્તાનની પ્રજા જગતમાં બહુ મેટું પદ ભગવે. જેમ ઊંચનીચપણું માનવું ધર્મ નથી, અધમ છે, તેમ રંગદ્વેષ પણ અધર્મ છે. ઊંચનીચપણું કે રંગદ્વેષ કાઈ શાસ્ત્રમાં જોવામાં આવે તે તે શાસ્ત્ર નથી, શાસ્ત્ર ધર્મ વિરુદ્ધ વચન ન જ કહે એવા નિશ્ચય કરીને જ માણુસે શાસ્ત્રને અડવું જોઈએ, તિભેદે એવી જડ બ્રાલી છે કે એના છાંટા મુસલમાન, ખ્રિસ્તી વગેરે ખધા ધાને લાગ્યા છે. એટલું ખરું કે, પ્રમાણમાં બધા ધર્મોમાં વાડા રહ્યા જ છે. એ ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે મનુષ્ય માત્રમાં એ દોષ રહેલા છે. શુદ્ધ ધમથી જ એ દેાષ ધાઈ શકાય. આવા વાડા, ઊંચનીચપણું