પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
વર્ણવ્યવસ્થા

વસ્તુ વ્યવસ્થા વધના વિચાર અત્યારે તો મારા અંગત વિચાર છે. તેને જે સ્વીકાર ન કરે તે પણ અસ્પૃશ્યતાનું નિવારણ કરવા ન ચૂકે. હું તેમાં મુખ્યપણે ભાગ લઉં છું તેથી કાઈ એ ભડકી જવાની આવશ્યકતા નથી. વર્ણ વ્યવસ્થાના મારા વિચારો હિંદુ જાતિ કબૂલ નહિં કરે તો તે મારી પાસે જ રહી જશે. હું એને સ્વીકાર બળાત્કારે નહિ કરાવી શકુ, કરાવવાની છાયે નથી. એ વિચાર હિંદુધર્મ ના વિરાધી હશે તો હું હિંદુ જાતિમાંથી કરડું મગની જેમ નીકળી જઈશ. અસ્પૃશ્યતાનું નિવારણ કરવાની પ્રતિજ્ઞાનું પાલન તે બધા હિંદુના સામાન્ય ધમ છે, મારા એક વિચારને છુપાવીને હું દગો દેવા નથી છતા. વર્ણવ્યવસ્થાના પ્રશ્ન અર્પૃશ્યતાની સાથે આડકતરા સંબંધ રાખે છે, તેથી તે વિષેના મારા વિચારા સાથી અને ખીજા જાણવા ઇચ્છે એ સમજી શકાય તેવું છે. તેથી જ એ વિચારા માટે ખીલવવા પડે છે. પણ એ વિચારથી કાઈ એ વિમાસણમાં પડવાનું કે મૂંઝાવાનું લવલેશકારણ નથી. ધર્મના પ્રશ્નમાં વ્યક્તિએ કઈ જ નથી. તેએ આવશે ને જશે. ધ સનાતન છે. તે ચાલ્યાં જ કરશે. તેને વિષે સદાય અનેક કલ્પનાએ થઈ છે, હજી થયાં કરશે. જેમ ઈશ્વરના ગુણા અનત છે તેમ ધમની મર્યાદા અનત છે. તેને સવ પ્રકારે કાઈ એ જાણ્યો નથી. સૌ ને તેને જાણે તેટલું તેનું પાલન કરે, એટલે ધર્મનું ગાડું આગળ ચાલ્યાં જ કરશે. આટલું જાણી મને બાદ કરીને જ સૌ ધનું સોધન પોતપોતાને સારુ કરે. એ સંશોધન કરવાની શરતે જગજાહેર છે. તેનું પાલન કરશે તે જ ધર્મને કંઈક અંશે જાણશે. બધાં જ્ઞાનની પાછળ તેને મેળવવાના નિયમો રહ્યા છે, તેમાં પરિશ્રમ રહેલ છે. ધર્મના સંશોધનને સારુ સાથી વધારે પરિશ્રમની આવશ્યકતા છે. અને તેથી તેના સંશોધનના આર્ભમાં જ યનિયમનું પાલન અનુભવીએ સૂચવ્યું છે. ‘હરિજનબંધુ, તા. ૧૯-~~--'ફેક પર