પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
વર્ણવ્યવસ્થા

વધુ વ્યવસ્થા મને મોકલી આપવાને મે લખ્યું છે. પણ આ કાગળને નિમિત્તે હું બ્રાહ્મણત્વ અને બ્રાહ્મણો વિષેના મારા અભિપ્રાય ફ્રી આપી જાઉં છું. બ્રાહ્મણત્વ એટલે બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારું શુદ્ધ જ્ઞાન, એમ હું માનું છું, મારા એવા મત ન હોય તો હું પોતે હિંદુ નામનો ત્યાગ કરું. પણ મનુષ્યસમાજના ખીજા લેકની પેઠે ક્ષાબણામાં પણ બધામાં સાચું બ્રાહ્મણત્વ રહ્યું નથી. છતાં મારે માનવું પડે છે કે, જગતના આ તમામ વર્ગોમાં જ્ઞાનની એટલે કે સત્યની શોધ પાછળ સર્વસ્વનો ત્યાગ કરનારનું વધારેમાં વધારે પ્રમાણુ બ્રાહ્મણામાં જ મળશે. હિંદુધ સિવાય બીજો એક ધ મે એવા જોયા નથી, જેમાં કેવળ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સ્વેચ્છાએ અકિંચન રહેનાર એક નેખા વપરાપૂર્વથી ચાલ્યે આવતા હાય. બ્રાહ્મણોએ પોતાને માટે જે આદર્શ રાજ્યે હતે તેને છાજે એવું જીવન તે રાખી શકયા નથી. એમાં એમના વાંક નથી. એમની અપૂર્ણતા પરથી એટલું જ સિદ્ધ થાય છે કે, તે બીજા મનુષ્યના જેટલા જ સ્ખલનને પાત્ર હતા. તેથી, આપણે ધર્મશાસ્ત્રને નામે ઓળખાતા ગ્રંથમાં સડા દાખલ થયેલા જોઈ એ છીએ. તેથી જ આપણે એ દુઃખદ દૃશ્ય જોઈ એ છીએ કે, જે બ્રાહ્મણએ પોતાને માટે અત્યંત નિઃસ્વાર્થ નિયમે કર્યો છે તેમણે જ પોતાના વંશજો માટે સ્વાર્થી શાસ્ત્રજ્ઞા રચેલી છે, પણ આ સડા સામે તેમ જ સ્વાથી ઘુસાડેલાં ક્ષેપક વચને સામે બળવા કરનાર બ્રાહ્મણ જ હતા. તેમણે જ કરી કરીને પોતાનાં તે સમાજનાં પાપ ધાઈ કાઢવાના પ્રયત્નો કર્યાં છે. હું કબૂલ કરું છું કે, મારા મનમાં બ્રાહ્મણત્વ વિષે ભારેમાં ભારે પૂજ્યભાવ છે અને બ્રાહ્મણ વિષે અવિચળ આદર છે. અને આજે બ્રાહ્મણ કહેવાતા લેા આ સુધારાની હિલચાલ સામે ધાંધલ મચાવી રહ્યા છે અને પોતાની શક્તિને વિધી પક્ષમાં વાપરી રહ્યા છે એ જોઈ ને મને દુઃખ થાય છે. છતાં એક વસ્તુ મને આશ્વાસન આપે છે અને દરેક નિષ્પક્ષ હિંદુને આશ્વાસન આપશે;