ખરુ બ્રાહીણુવ 193 તે એ કે સુધારાની હિલચાલના આગેવાનેમાં પણ એવા લોકો છે જેઓ જન્મે બ્રાહ્મણ હેવા છતાં આજે જન્મને જરાયે ગ નથી રાખતા. અસ્પૃશ્યતાનિવારણનું કામ કરનારા બધા સેવકાનું વસ્તીપત્રક તૈયાર કરવામાં આવે તો, મને લાગે છે કે, કઈ પણ મહેનતાણું લીધા વિના અથવા કેવળ પેટ પૂરતું જ લઈ ને પોતાની સ શક્તિ આ હિલચાલમાં રૅડનાર સેવકાને મોટા ભાગ બ્રાહ્મણોનો છે એમ જણાઈ આવશે. પણ બ્રહ્મણવની અનંત થઈ છે એ હું કબૂલ કરું છું. જો એમ ન હૉત, ને તે પેાતાના આદર્શ સુધી ચક્યા હોત, તો હિંદુધમ આજે જે અવનિત ભાગવે છે તે ન ભાગવતા હોત. બ્રાહ્મણાએ શુદ્ધ બ્દન રાખ્યું છતાં હિંદુધ આજની દશામાં આવી પડ્યો છે, એમ કહેવું એ તેવ્યાધાત ગણાય. એમ બની જ ન શકે. કેમકે બ્રાહ્મણોએ પોતે જ આપણને શીખવ્યું છે કે, પોતે બ્રહ્મજ્ઞાનના સાચા રક્ષક છે, અને જ્યાં બ્રહ્મજ્ઞાન છે ત્યાં ભય નથી, ત્યાં દારિદ્ઘ નથી, કંગાલિયત નથી, ત્યાં ઊંચનીચભાવ નથી, ત્યાં લાભ, મત્સર, વિગ્રહ અને લૂંટ જેવી વસ્તુ નથી. બ્રાહ્મણત્વની અવતિ થઈ તેની સાથે ખીન્ન વર્ણ ના હિંદુ પણ નીચે ધસડાયા. અને મારા મનમાં અણુમાત્ર શકા નથી કે, જો બ્રહ્મણત્વ ફરી સજીવન નહિ થાય તે હિંદુધર્મના નાશ થશે. અને અસ્પૃશ્યતાને જડમૂળથી નાશ એ મારે મન બ્રાહ્મણત્વના, એટલે કે હિંદુધ ના, કરી સજીવન થયાની અચૂક કસેટી છે. જેમ જેમ હું હિંદુ ધર્મશાસ્ત્રોનો વધારે અભ્યાસ કરતો જાઉં છું અને બધી જાતના બ્રાહ્મણ સાથે વધારે ચર્ચા કરતો જાઉં છું, તેમ તેમ મારી પ્રતીતિ વધતી જાય છે કે અસ્પૃશ્યતા એ હિંદુ ધ પર મોટામાં મેટું કલંક છે. એ પ્રતીતિનું ઋણા વિદ્વાન બ્રાહ્મણોએ સમર્થન કર્યું છે. એ વિાનેને આમાં કા નથી; તે સત્યની શોધ માટે મથનારા છે; તે આમાંથી કશું લેતા નથી; પોતાના અભિપ્રાય માટે આભાર સુધ્ધાં તેમણે સ્વીકાર્યું નથી. સ્વા