પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

“હા, ને આને કાઈ રૂડકી-કંકુડીની જેમ કેસરિયા દૂધના કઢા પાવામાં પંદર દી – મહિનો વિતાવાનીય જરૂર નથી. વાન જ ઉજળો છે.”

“આ મકાનવાળા વકીલનું કેટલું ઠરાવ્યું છે. ?”

“જે આપશું તે લઇ લેશે, બોલે એવો નથી. ધંધાપાણી વગરનો બેઠો છે.”

“ઠીક ત્યારે, આ છાબિયું તો ઉતારી લે.”

“હા, ઠીક યાદ કર્યું. હું તો ભૂલી જ જાત ને પુરાવો કોઈકના હાથમાં પડત.”

તિલાક્ધારી પુરુષે એ મેડીની દીવાલો પરથી દેવમૂર્તિઓનો ને ચાબીઓનો બધો સરંજામ સમ્તેઈ લીધો, અને એની જગ્યાએ એક સંદી વકીલની સંનદ જ ફ્રેમમાં મઢેલી લટકતી રહી. વાઘરીઓએ નહોતો જોયો, ને જોયા તોપણ ન ઓળખી શકત, એવો એક કબાટ ત્યાં પડ્યો હતો, ને એમાં કાયદાની પચીસેક ચોપડીઓ સોનેરી પીઠની પાછળ કાળા અક્ષરોને સંતાડતી વેશ્યાઓ સમી બેઠી હતી.

છબીઓ સમેટતે પુરૂષ સ્ત્રીને કહેતો હતો : “નંદુડી, તારા જુના ને જુના ધંધામાં પડી રહી હોત તો કદીએ ઊંચે આવી શકત આટલી ?”

“પણ એ કસબમાં તાલીમ લીધી એટલે તો આ નવા પાઠ કરવામાં ક્યાય ચૂક પડતી નથી ને, શિવલા ! ખાનદાન કુળની શેઠાણીનો, ને તેમાય પાછો ભગતરાણીનો વેશ કાઢવો તો કાઢવો, પણ દિવસના દિવસ ટકાવી રાખવો સહેલ નથી – શિવલા, સહેલ નથી ! પરખાઈ જતા વાર ન લાગે !”

“તારે ક્યાં વેશ કરવાપણું છે ? તું તો ખાનદાનનું છોરું હતી ને ?”

“હતી, વરસો વહ્યા ગયા. ભૂલી પ ગઈ. કાકાએ બટકું રોટલોય બાંધી દીધો હોત તો રંડાપો પાળતી શા માટે ન બેઠી રે’ત ?”

“એવો અફસોસ હવે આટલા વર્ષે ?”

“કોઈ કોઈ વાર યાદ આવી જાય છે. શિવા ! કાકાને યાદ આવી