પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

ઉતારી લઈને પરલોકગામી પતિઓને જંપવા ન દેતી ઈર્ષ્યા-ઝાળોનું શમન કરતા હતા.

તેમની વચ્ચે વિચાર્નારી આ ત્રિપુટી સર્વની નજરબધી સાધી રહી. તેજબાના રૂપ-ઢગલા પર શંકાઓના ટોળા જેવી યાત્રાળુ-આંખો રમખાણ મચાવી રહી. તારના સંદેશાથી હાજર રહેલો એક ઝાઝાંમાં ઝાઝા ટીલાટપકાવાળો તીર્થગોર આ ત્રણેને પોતાના મુકામ પર લઇ ચાલ્યો ત્યારે બેકાર રઝળતા કેટલાય ગોરો પર એના પ્રતાપની શેહ પથરાતી ગઈ.

ગોરને ઘેર એક બીજા પણ યાત્રાળુનો ઉતારો પડ્યો હતો. પેટીઓ, ટ્રંકો અને બેગોના એ અસબાબ ઉપર અંગ્રેજી અક્ષરે સફેદ નામો લખાયા હતા. તેની વચ્ચે એક ધર્મશ્રદ્ધાળુ સજ્જનતાની સદેહ ભાવના સમો પચાસેક વર્ષનો પુરૂષ લલાટે તિલકોની છાપો ચોડતો હતો. વણિકપુત્રીની સ્વાંગમાં શોભતી તેજુને તીરછી નજરે નખશિખ નિહાળી લીધી. એના મો પર તેજુનું રૂપ ગલીપચીનો મીઠો સિતમ ગુજારવા લાગ્યું. તેજુને તો આ સર્વ સૃષ્ટિનો એક પણ એક જોવા જેવો અંશ હતો. એથી વધુ એ પુરૂષની મીઠી આંખો ને પોતાની જગ-નીખરતી નજર વચ્ચેના તાર કોઈ ભાવિ કસબનો વણાટ કરનારાં હતા તેવું જરી કે ભાન એને નહોતું. પછી તીર્થગોર જયારે તેજુના બનાવટી માતા-પિતાને આ યાત્રાળુ પાસે મિલાપ માટે લઇ આવ્યા ત્યારે યાત્રાળુ સજ્જનની સમક્ષ એક ઉઘાડી નાની પેટી પડી હતી. પેટીમાં નાની-મોટી દાબડીઓ ખોલી ખોલીને એ યાત્રાળુ સજ્જન સોના-રૂપા તેમ જ હીરા-મોતીના સુંદર દગીનાઓનો પોતાની નોંધ-પોથીની ટીપ જોડે નંગમેલ મેળવતા હતા.

“આવો, પધારો, શેઠિયા !” એવો એને તેજુના ‘પિતા’ને આદર આપ્યો. ‘જે રણછોડ !’ ઉચ્ચારી એણે તેજુના ‘માતા’ પ્રત્યે હાથજોડ કરી.

તીર્થગોરનું કામ ભક્ત ને સંત વચ્ચે, પતિત અને પ્રભુ વચ્ચે, તેમ ભાવિકો ભાવિકો વચ્ચે માત્ર મેળાપની કડી મેળવી દેવાનું છે. એટલું કરીને ગોર વિનયભાવે ઉઠી ગયા. તે પછી બંને પક્ષો વચ્ચે લાંબો