પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

માફક મૂગામોએ ને કુટિલ નેત્રે સરી જતા જોયા . બીજી ક્ષણે એ ચકચકિત ગાદલિયાળા અરીસાભર્યા ખાનામાં યાત્રિક ની સગાથે પોતે એકલી જ હતી તેનું ભાન આવ્યું.

“બીજું સ્ટેશન એક કલાકે આવ્યું. પુરૂષ તપાસ કરીને પાછો આવ્યો.

“ક્યાં ગયા ?” તેજુએ પૂછ્યું.

“ગાડી ચૂક્યા જણાય છે. આપણે બીજા જ સ્ટેશનથી તાર દેશું.”

“આવી પહોચશે ?”

“ચોક્કસ. ટાણે આપેલા દાગીનાની પેટી લાવ, આપને મૂકી દઈએ.”

“દાગીના ? દાગીના શેના ?”

“તારા લગનનાં.”

“મારું લગન ? શુ બોલો છો ?”

“લગન નહિ ત્યારે ગોરે શુ કરાવ્યું, ગાંડી ! ભાઈ મૂઓ છે એમાં ભરથાર પણ ભૂલી જઈશ ? એ વલોપાત હવે તો છોડ. તને લગનની મીઠાશ સમજાઈ નથી ત્યાં સુધી જ ગભરાય છે તું ! “

“તેમે કોણે કહો છો, શેઠ ? મારે ભાઈ કેવો ? કોનો ભાઈ મરી ગયો ? એ બે જણા ક્યાં ગયા ?”

“દાગીના ક્યાં ગયા ? તારા માબાપને શા માટે આપતી આવી ?”

“મારા માબાપ કોણ ?”

“તું ભાન ભૂલી ગઈ છે, કે મને લગ્નની પ્રથમ રાત્રિએ ટળવળાવે છે ? ગામડાના બૈરાની ગુહ્ય રજની-વિદ્યા મને નથી આવડતી, હો બાપુ !”

“તમે શેઠ ... કેફ કર્યો છે કે શુ ?”

“કેફ તો કર્યો જ કહેવાય ને ? ચાર હજારની રોકડી નોટો ગણી આપીને તારા સમી વિજયા-કટોરી હાથ કરી, જેનું પાન તો દૂર રહ્યું – નર્યું દર્શન જ કેફમાં દોલાવ્નારું છે !”

“શેઠ, એ મારા માવતર નહોતા, હું એની દીકરી નથી.”