પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

માણસ તરીકે પ્રત્યેકને પોતાના પુત્રનો જીવનદાતા કહી કહી પાઘડી બંધાવી.

છોકરા માથે પાણી ઢોળવાને દિવસે પ્રતાપનું ધ્યાન ગાળામાં પડેલી ચારઆનીની માદળડી પર ગયું. એણે પત્નીની સામે જોઈ કહ્યું :

“આ તમારી વિદ્યા હશે !”

“રે’વા દેજો, એ કાઢશો નહિ.”

“તમે આટલે વર્ષે પણ પિયરના સંસ્કાર ન ભૂલ્યા કે ? સારું થાયુ કે મને વશ કરવાની કોઈ આવી માદળડી મારી ડો’કે નાખવા નહોતા લઇ આવ્યા !”

“લાવી’તી !” એટલું કહીને એણે બે હાથના પંજાના આકડા ભીડીને પ્રેમ-માદળડીનો આકાર રચ્યો અને ઉમેર્યું : “નીકર તમે પણ ક્યાં બચવાના હતા ? ખીજડા-તલાવડીની પાળ ઉપરથી ઝોડ વળગ્યું”તું, વિસરી ગયા !”

“તને કોણે કહ્યું ?” પ્રતાપ શેઠ અપરાધીના રૂપમાં આવી ગયો.

“હવે....એ વાત જવા દઈએ.”

“પણ આ માદળડી ક્યારે નાંખી’તી ?”

“પછી કહીશ.”

પાણીઢોળે પૂર્ણ સ્ફૂર્તિમાં આવેલા બાળક ઉપર જ્યારે વર્ષોની ઊંઘનું ઘારણ વળ્યું હતું ત્યારે શેઠ-પત્નીએ ગર્વભેર બડાશ હાંકી કે તમારા વૈદ-દાકતરની માત્રા પાછળ બે હજાર રૂપિયાનું ખરચ કર્યું તો મને પણ એ માદળડીના બે હજાર ચૂકવો.”

“કોણે આપી ? ”

“નામ કહીશ એટલે ફૂટેલ કોડીની પણ કીમત નહિ રહે !”

“તોપણ કહો.”

“ફુલિયા વાઘરીએ.”

ફરીથી પાછુ વાઘરીઓનું કામણ-ટુમણ શરૂ થઇ ચુક્યું છે ને એનું મૂરત પોતાને ઘેરથી થયું છે એ વાત શેઠના હ્રદયમાં ખટકી. એણે થોડા