પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંદડી ફૂટતી હતી. સુશીલાના ધીરા ધીરા વોયકારા અને અરેરાટો ઉઅપ્ર તેજુનો હોઠ ઝીણી ફૂંકો છાંટતા હતા. અને શાંતા તેજુની છાતી પર આલેખાયેલા એક પક્ષીને ધીરીધીરી નિહાળતી હતી.

" આ કયું પંખી છે ?" એ તેજુને પૂછતી હતી.

"અષાઢ મહિનાનું જુંજડું છે ઈ, બા!"

"ઊડે છે ને શું?"

"તયેં ? કુંજડું તો ઊડતું જ રૂડું લાગે ને?"

"ક્યાં જાય છે?"

"દરિયા ઢાળું"

"ચાંચ ઉઘાડી છે ને શું!"

"કુંજડું તો, બા, કિલોલતું કિલોલતું જ ઊડે."

"શું કિલોલે?"

"મી...ઠો મેરામણ ! મી...ઠો મેરામણ"

"મેરામણ કોણ?"

"હૈયામાં હોય છે!" તેજુએ હાથ કલેજા પર મૂક્યો.

શાંતા શરમાઈ ગઈ.

"તમે ક્યાંના? ક્યાંથી આવ્યાં?"

"અમારે ગામ-મુકામ ન હોય."

"ઘર?"

"અમ ભેળું ને ભેળું. જ્યાં નાનકડી છાંય જડી જાય ત્યાં."

"એકલાં છો?"

"બાપ છે ભેળો."

"ક્યાં ઊતર્યાં છો?"

"ગામ બા'ર, ખીજડા-તળાવડીએ."

"ગામમાં ધર્મશાળા નથી?"

"અમને ફુલેસ નો ઊભવા દ્યે."

"કેમ?"