પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૬
વસુંધરાના વહાલાં-દવલાં
 

પતાવી નાખે છે. માનવીની દગલબાજી ધીરે ધીરે અજગરની માફક ગળે છે, એટલે શિકારને તરફડિયાં મારવા જેટલો સમય લેવો જ પડે છે.

એવા ભોગવાને કિનારે એક દિવસ બપોર ટાણે મદારીનું કુટુંબ આવી પહોંચ્યું. એ જમાતમાં એક નવો તત્ત્વજ્ઞાની વધ્યો હતો. એ ગધેડો હતો.બીજા સર્વના વિચાર-ભાર પોતાનાં ભેજામાં ભરનારા માનવ૦ફિલસૂફ જેવો આ ગધેડો મદારીના તમામ સરંજામને પોતાની પીઠ પર ખેંચતો હતો. અને ફિલસૂફના માથાના જ્ઞાન-ગાંસડા પર કોઈ કોઈ વાર કવિતા ચડી બેસે તેમ મદારીના નવા સાથીને માથે વાંદરી રતનબાઈ પણ સવાર બનતી. વાંદરાનો વારો નહોતો આવતો.

સ્થાવર સરંજામમાં બે મોટા વાંસડા ઉમેરાયા હતા, ને તે વાંસડા ગધેડાની પીઠ પર આડા બંધાતા હતા. લાંબી લઆંબી ચર્ચાને આડી નાખીને તત્ત્વજ્ઞો જેમ જનસમૂહને પોતાના માર્ગમાંથી તરી જવાની ફરજ પાડે છે તેમ આ ગધેડો પણ પંથે ચાલતા વાટે માર્ગુઓને વાંસડાના બન્ને છેડાની બહાર તરીને જ ચાલવાની ફરજ પાડતો. ગધેડાની પાછળ પાછળ ચાલ્યાં આવતાં રીંછણ અને વાંદરો, ફિલસૂફની બુદ્ધિના કાયમી અનુચરો, જડતત્વ અને અસ્થિરતા જેવાં ભાસતાં.

સિત્તેર વર્ષના કાળને ખાઈ જનારો મદારી, હતો તેથી વધુ વાંકો વળ્યો હતો. ઇનો એક હાથ ડાંગ પર ને બીજો હાથ અખૂટ હાસ્યાના ભંડાર છોકરા ઝંડૂરિયાના ખભા પર ટેકો લેતો. ઝંડૂરિયાના ખભા ઊંચા થયા હતા કેમ કે એની ઉંમર તે ડિસે તેર વર્ષની હતી. એના દુધિયા દાંતને સ્થાને આવી બેઠેલા મોટા દાંત એના કપાયેલા હોઠ વચ્ચેથી વધુ મોટા દેખાતા હતા. એટલે કે ઝંડૂરિયાનું ‘અમર હાસ્ય’ પણ લંબાયું ને પહોળાયું હતું. ઝંડૂરનું શરીર સોટાની જેમાં સીધું વધ્યું હતું. ઋતુએ ઋતુએ શરીર પર પોતાપોતાના રંગોની પીંછીઓ ફેરવી જતી હતી એ સર્વ પીંછીઓના ઉપરાછાપરી પુટમાંથી ઝંડૂરિયાના શરીરે શ્યામલ વર્ણ ધારણ કર્યો હતો.

વાંસની ટોચે એ ખિસકોલી પેઠે ચડી જતો હતો. એનાં લાંબા લટૂરિયાં