લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૦
વસુંધરાના વહાલાં-દવલાં
 

થઈ ને દોડ્યો ગયો, નીકર આપણને ખબરેય પડત કે એની મા ક્યાં ગઈ. આપણે જોયું એટલે ફસાઈ ગયા ને? જોવાનું જ ઝેર છે ને ? દયા ઈ પણ એક ઝેર જ છે ને? દુનિયામાં દયાએ જ દાટ વાળ્યો છે ને?"

છોકરીને આ સંભાષણનો નિગૂઢાર્થ સમજાતો નહોતો. એ કોઈ બે જુદા જ માનવીઓના બોલ સાંભળતી હતી. એણે આંતરે આંતરે પૂછ્યે જ રાખ્યું : "મા ક્યાં ગઈ? મા, મા, મા !"

"લે હવે, રાખ છાની આને." ડોસો પોતાના દિલની વરાળ ઠાલ્વતો છતાં છોકરીના નજ્ઞ શરીરે હાથ ફેરવતો હતો.

"ઢોલક બજાવું?"

"ઢોલક કાંઈ મે કો;ક મૂએલી માનાં છોકરાં છાનાં રાખવા લીધી છે? પેટનો ખાડો પૂરનારી ઢોલક વધારાની છે? તને છાનો રાખવા ઘૂઘરા બાંધ્યા તે દીથી જ મારી તો અક્કલ ગુમ થઈ છે ને? એક હોઠકટો બસ નો'તો તે હવે બીજી આંધળી કમબખ્ત કિસ્મતમાં આવી પડી!"

"તો હું જ બજાવીશ." ઝંડૂરિયો ઢોલક તરફ ચાલ્યો.

"તને એ ઇલમ સીમના આંધળા છોકરાં રીઝવવા મેં નથી શીખવ્યો, એ તિ બેવકૂફોની મોજ લેવાનો કસબ છે. રે'વા દે, ગમાર ન બન. કસબને કઠેકાણે ન વાપર. ગવૈયા-બજવૈયા જાણશે તો તારી બેવકૂફી માથે થૂંકશે."

ઝંડૂર વિચારમાં પડ્યો. બુઢ્ઢાએ સીમમાં દૃષ્ટિ કરી.

"ઊભો રે, ઊભો રે. સામે શેઢે આદમી કળાય છે. એને પૂછી જોઉં - આ છોડી કોને સોંપવી?"

"એ...હેઈ...હેઈ." એણે એક સાદ દીધો.

જેને ફક્ત સભ્યતાને ખાતર 'ખેતર' કહી શકાય એવા એક ભૂખરા વેરાન ટુકડામાં એક સાંતી પડ્યું હતું. સાંતીને જોતરેલ બે બળદ પૈકીનો એક બળદ ઊભો હતો. તે બળદ કૂતરા જેવડો જ દેખાતો હતો. ને બીજો બળદ બેસી ગયો હતો તેને પરોણાની, પાટુની ને હાથની ત્રમઝટ