ભાગતાં. પોતાને જગતની ઠકડીનો ભોગા બનાવતું એનું મોં આજ પ્રિય થઈ પડ્યું આ આંધીની દસ નાની આંગળીઓને. એ મોંની બીભત્સતાથી આજે ના ડરનાર ને ના નાસી જનાર આ પહેલા વહેલું બાળક મળ્યું. આજ સુધી એના તમાશા જોવા મેદનીઓ ઊમટતી, પણ એના દીદાર માત્રથી નાનાં છોકરાં ઘરના ઊંડા ઓરડામાં નાસી જતાં, માતાઓની સોડમાં સંતાતા. અંધી છોકરી એના ખોળામાં ચડી અણબીતી બેઠી હતી. એ કાળમુખા હોઠ પર પોતાની આંખો અડકાડતી હતી. ઝંડૂરનાં જીવનમાં કોમળ પ્યારનો એ પ્રથમ જન્મ હતો. મદારીની લાગણી પર કઠોરતાનું પડ, શ્રીફળના ગોટા પરના દુર્ભેદ્ય છાલા જેવું બાઝેલું હતું. એ સ્નેહની લીલી ડાંખળી કાળમીંઢ પથ્થરોની કરાડમાંથી ચીરો પાડીને નીકળેલી હતી. અંધી છોકરીનો સ્નેહ એનાથી જુદો પડ્યો. ઝંડૂરિયાને મદારીની જોડે બરાડાથી કામ લેવું પડતું – આજ આ અંધીએ એના મોં પર વાણીની મૃદુતા જન્માવી.
“છાની રહી ગઈ છે.” ઝંડૂરે આવી પહોંચેલા મદારીને સુખ સમાચાર આપ્યા.
“એને છોડ; ચાલો, રસ્તે પડીએ.”
“એ ક્યાં જશે?”
“એને તો એ જ્યાં પગ મૂકશે ત્યાં રસ્તો જ છે ને !”
એમ કહીને એણે રીંછણ અને વાંદરાની રસી હાથમાં લીધી, ઝંડૂર ઊઠ્યો નહોતો. એ મદારીની સામે જોઈ રહ્યો. પણ એના મોં પર અનંત હાસ્યે એની મનોવેદનાને દગો દીધો.
“ખી ખી શું કરછ, ભા. ઊઠ, આ જીવડાં ભૂખ્યાં છે. તારે હમેંશા મારી મશ્કરી જ કરવી છે કે બીજું કાંઈ છે?”
ઝંડૂરે છોકરીને પોતાના કોળામાંથી ઉતારીને નીચે મૂકી. જરીક લીલા ઘાસમાં બેઠેલી છોકરી હાથ લંબાવીને સ્પર્શ માટે ઝંખતી હતી. મદારીના બોલવાનો અર્થ એને અગમ જ રહ્યો. પણ ઝંડૂરના સ્પર્શની સરગમ બજતી શા માટે બંધ પડી? એકાએક હાથમાંનું વાજિંત્ર ક્યાં