લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૭
વસુંધરાના વહાલાં-દવલાં
 



18

છેલ્લું કરજ ચૂકવવા-


તેજુ અબોલ બની ગઈ હતી. એની આંખોમાં આકાશની વાદળ-વરણી શૂન્યતા ઊઘડી ગઈ. માનવીની કોડી કોડી જેવડી નાની આંખોમાં કોઈ કોઈ વાર અનંતાં ગગન આવીને સમાઈ જાય છે, આકાશની નીલિમાએ જાણે કોઈ ઝાડની ડાળે માળો બાંધ્યો. એના હોઠ પર વીતેલાં વર્ષો નાનાં ગુલાબો જેવાં નાચતાં હતાં. છાતીનાં છૂંદણાં ઊડ ઊડ થતાં નીલ-પંખી બની રહ્યાં, કેમ કે હૈયું ધીરું ધીરું થરથરાટી કરતું હતું.

“ તને શું થાય છે ? “ પૂછતો વૃદ્ધ પોતાના ફાળિયાના છેડાથી એને પવન વીંઝવા લાગ્યો. એણે દસ વર્ષના ગાળામાં તેજુને આટલી આકુળ કદી નિહાળી નહોતી.

“ એને પૂછતાં ભૂલી ગઈ. ”

“ શું પૂછવું હતું ? ”

“છોકરાને કાંડે ઝાડવું ને તળાવડી છૂંદેલાં હતાં કે નહિ ? ”

“ તું ઘેલી બની ગઈ ? ”

" હજુ પૂછી આવશો ? "

“ વૈદને બોલાવી લાવું ? ”

“ એણે કહ્યું ને કે છોકરો હસ્યા જ કરતો હતો, દોર તૂટ્યો ને એ પડી ગયો તોય દાંત કાઢ્યા કરતો હતો ? “

“ આ શું ચેન ઊપડ્યું છે ? “

“ એ તો નહિ હોય ? “

“ કોણ ? “ લાલકાકાને દસ વર્ષ પૂર્વે આગગાડીના ડબામાં તેજુએ જે વિગતો સંભળાવી હતી તે તમામની યાદદાસ્ત રહી નહોતી.

“ મારો ખોવાયેલો છોકરો.”

લાલકાકાને હાંસી આવી.

“ ક્યાં તારો છોકરો - ક્યાં રૂપનગરનો નટડો ! શાં ઘેલાં