પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૮
વસુંધરાના વહાલાં-દવલાં
 


" ક્યાં ? "

" જ્યાંથી મને તેડી લીધી'તી ત્યાં. "

" ત્યાં શું કરીશ ? "

" માને સાદ પાડતી ઊભી રહીશ. "

"એટલું કહીને ધીરે ધીરે એણે ઝંડૂરના મોં પરથી આંગળાં લસરાવી લીધાં. "

" ઊઠ, બદલી. " ઝંડૂરનો અવાજ પલટી ગયો : " હું બુઢ્ઢા પાસે જઈને જવાબ માગીશ. "

" એ તને મારી નાખશે. "

" હું એની ગરદન પીસી નાખીશ. આ જો મારાં આંગળાં. "

એટલું કહીને એણે પોતાનો ગરમ બનેલો પંજો બદલીના હાથમાં મૂક્યો. એનાં આંગળાંમાં બદલીએ માણસ મારવાનું ઝનૂન અનુભવ્યું. એ બન્ને મુકામ પર પાછાં ગયાં. મદારી બુઢ્ઢા તે વખતે ગધેડા પર સામાન ભરતો હતો.

" ચાલો ઝંડૂર, ચાલો બદલી. " એણે બેઉના કાન પાસે જઈને કહ્યું : "ભાગી નીકળૉ જલદી. રીંછણની રસી છોડી લે, ઝંડૂર. "

ઝંડૂર ને બદલી આ તૈયારીનો મર્મ ન પકડી શક્યાં.

" ચાલો તાકીદે. આ ધરતીમાં મારું દીલ ઠેરતું નથી. "

" પણ કાલે તમાશો છે. " ઝંડૂરે યાદ આપ્યું.

" તમાશો ? તમાશા વિના દુનિયા અટકી જવાની છે ? બધો જ આ તમાશો છે. હું પોતે જ તમાશો બની ગયો છું. મારું ડાચું તો જો, તને બદલી ગયું નથી દેખાતું ? આમ આવ બદલી, મારે કલેજે હાથ મૂક. "

એમ કહીને એણે બદલીનો હાથ હૈયે લીધો.

" તું અંધી છે. તુંને મારા ડાચાથી ઠગી નહિ શકાય. મારા કલેજાની વાત તું પકડ, ક્યો ઇરાદો ઊપડ્યો છે મારામાં, તું સમજી લે. આહીં આવ ઝંડૂર. તારા કાનમાં કહેવા દે, મારે બદલીને વેચવી'તી. મારી સામે રૂપિયા રૂપિયા રૂપિયા નાચતા'તા. ભાગો ભાગો જલદી. આ